સવારે દબાણ હટાવવાની કામગીરી બાદ અચાનક ટ્રેન નીચે ઝંપલાવ્યું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર પાલિકા હાલના જ મહાનગરપાલોકનો દરજ્જો આપવામાં આવ્યો છે ત્યારે હજુ મહાનગરપાલિકામાં કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓની નિમણૂક પણ ચાલુ છે તેવામાં મહાનગરપાલિકાના એક કર્મચારીએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું છે જેમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના એન્જિનિયર તરીકે ફરજ બજાવ્યા નિલેશભાઈ દુધરેજીયા દ્વારા ગુરુવારે સવારે દબાણ હટાવવાની કામગીરી કર્યા બાદ અચાનક પોતાના કામ અર્થે બહાર જવાનું કહીને નીકળી ગયા હતા. જેના થોડા સમય બાદ જ જોરાવરનગર રેલવે સ્ટેશન નજીક એન્જિનિયર દ્વારા ટ્રેન નીચે આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હોવાની વિગત મળતા મહાનગરપાલિકાનો સ્ટાફ અને સ્થાનિક પોલીસ પણ દોડી ગઈ હતી. આ તરફ એન્જિનિયરના પરિવારજનોને પણ જાણ કરતા તેઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. પ્રાથમિક વિગતમાં મૃતક એનિજનિયરને કામનું ભારણ હોવાથી આ પ્રકારનું પગલું ભર્યું હોવાનું સામે આવ્યું હતું છતાં પીએમ અંગેની કામગીરી કરી આગળની તપાસ હાથ ધરાઇ છે.