તમારા ડોક્યુમેન્ટ કોઈના ભરોસે આપતા નહીં, નહીંતર થઇ શકે છે ફ્રોડ
બારોબાર નાણાકીય વ્યવહાર કરનાર બેન્ક કર્મચારી સામે કાયદેસરની કાર્યવાહી કરવા CPને અરજી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
જો આપ કોઈના ભરોશે પોતાના સાચા ડોક્યુમેન્ટ આપો છો તો ચેતી જજો કારણકે તમારી જાણ બહાર મોબાઈલ નામાબર બદલાવીને તમારા નામે ખાતા ખોલાવી તેમાં વ્યવહારો કરી ફ્રોડ થઇ શકે છે રાજકોટના એક યુવકે કેવાયસી માટે આપેલા ડોક્યુમેન્ટ આધારે બેન્ક કર્મચારીએ વ્યક્તિની જાણ બહાર ચાર કહેતા ખોલી તેમાં વ્યવહારો કરી છેતરપિંડી આચરતા ચકચાર મચી જવા પામી છે આપ પણ જાગૃત રહીને આવા કોઈ ફ્રોડનો ભોગ બનતા અટકો અને સાવચેત રહો.
રાજકોટના લક્ષ્મીવાડીમાં રહેતા અને નોકરી કરતા જયદીપ હરેશભાઇ ચાવડાએ કેકેવી સર્કલ પાસે આવેલ બિઝનેસ એવન્યુમાં આવેલ જાના સ્મોલ ફાયનાન્સ બેન્કમાં નોકરી કરતા કર્મચારી પુષ્કરધામ સોસાયટીમાં રહેતા નીલ પંકજભાઈ દફતરી સામે જાણ બહાર ડોક્યુમેન્ટ આધારે પોતાની બેન્કમાં ચાર ખાતા ખોલાવી વ્યવહાર કરવા અંગે કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ કમિશ્નરને અરજી આપી છે.
પોલીસ કમિશનરને કરેલી અરજીમાં જયદીપ ચાવડાએ જણાવ્યું હતું કે 2021ના ઓક્ટોબર મહિનામાં બેન્કના કર્મચારી નીલ દફતરીએ એક પોલીસ ઉતારવાનું કહેતા મેં તેને કેવાયસી દસ્તાવેજો આપ્યા હતા આ દસ્તાવેજોનો દુરુપયોગ કરી મારી જાણ બહાર મારી મંજૂરી વિના જાના સ્મોલ ફાયનાન્સ બેન્કમાં ચાર ખાતા ખોલાવી નાખ્યા હતા 28 ઓક્ટોબર 2021ના રોજ પહેલું, 13 જુલાઈ 2023ના રોજ બીજું, 3 ઓગષ્ટ 2023ના રોજ ત્રીજું અને 4 ઓગષ્ટ 2023ના રોજ ચોથું ખાતું ખોલી નાખ્યું હતું દરમિયાન 19 સપ્ટેમબર 2025ના રોજ બેન્કના મેનેજર નિકુંજભાઈ ગોહેલ અને ઓડિટર કિશોરભાઈ થરવાણી મારા ઘરે કેવાયસી અપડેટ કરવાના બહાને આવ્યા હતા ત્યારે મને આ ખાતાઓની જાણ થઇ હતી
ત્યારે મેં તેમને સ્પષ્ટ કહી દીધું હતું અને મારુ આ બેન્કમાં ખાતું જ નથી બીજા દિવસે હું બેન્કમાં ગયો હતો જ્યાં ઓડિટર કિશોરભાઈની હાજરીમાં કર્મચારી નીલ દફતરીએ કબૂલાત કરી હતી કે તેમણે જ મારા દસ્તાવેજોનો દુરુપયોગ કરી મારા નામે ખોટા મોબાઈલ નંબર અને ઇમેઇલ આઈડીનો ઉપયોગ કરીને ચારેય ખાતા ખોલાવ્યા છે અને આ ખાતાઓમાં નાણાકીય વ્યવહારો કર્યા છે બેન્ક દ્વારા આપવામાં આવેલા સ્ટેટમેન્ટ મુજબ ચાર પૈકી પ્રથમ ત્રણ ખાતા બંધ છે પરંતુ એક ખાતું હજુ પણ રેગ્યુલર ચાલુ છે જે બેન્ક ખાતા પર સહીનો નમૂનો મિસમેચ આવે છે તેવું કહીને આ ખાતું બંધ કરવાની ના પાડી રહ્યા છે મારા એડવોકેટ મારફતે જાના સ્મોલ ફાયનાન્સ બેન્ક રાજકોટ બ્રાન્ચને 25 સપ્ટેમ્બરના રોજ લીગલ નોટિસ પાઠવવામાં આવી છે જેમાં આ તમામ ખાતાઓને ફ્રોડ જાહેર કરી ખુલ્લા ખાતાને તાત્કાલિક બંધ કરવાની માંગણી કરવામાં આવી છે બેન્કના કર્મચારી નીલ દફતરીએ મારી ઓળખનો અને દસ્તાવેજોનો દુરુપયોગ કરીને છેતરપિંડી કરી ગંભીર ક્રાઇમ કર્યું હોય જેથી આ સમગ્ર મામલાને ગંભીરતાથી લઇ નીલ દફતરી તેમજ ફ્રોડમાં સામેલ બેન્ક સ્ટાફ સામે કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ યોગ્ય તપાસ કરી મને થયેલા નુક્શાનની ભરપાઈ થાય તે માટે જરૂરી પગલાં લેવા રજુઆત
કરી છે.



