પોલીસ ફરિયાદ નોંધાતા આરોપીને ઝડપી પાડયો
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢના મોતીબાગ રોડ પર આવેલ એચ.ડી.એફ.સી.બેન્કના કર્મચારી રાજ યોગેશભાઇ મણીયાર રહે.જુનાગઢ બ્લોક નં.601 નોબલ ટાવર, વાળા વ્યક્તિએ તા.01/02/2021 થી તા.21/09/2023 સુધી એચ.ડી.એફ.સી.બેંકમાં કેશ ટેલર તથા ટેલર ઓથોરાઇઝર તરીકે નોકરી કરતો હતો અને નોકરી દરમિયાન એચ.ડી.એફ.સી.બેંક માંથી અલગ અલગ સમયએ કુલ રૂ.36,61,200 બેન્ક સાથે છેતરપિંડી કરી હતી. પોલીસ પ્રાપ્ત વિગત અનુસાર એચ.ડી.એફ.સી બેંકના કસ્ટમર હરેશભાઇ લેખરાજભાઇ ખીમાણીના પોતાના તથા પરીવારના સભ્યોના બેંક એકાઉન્ટઓમાંથી રૂા.43,59,000ની રકમ ઉપાડી લીધા હતા તથા અન્ય એક બેંક કસ્ટમર અનિલભાઇ ઢીંગાણી જુનાગઢ વાળાના બેંક એકાઉન્ટમાંથી રૂ.2,80,000ની રકમ ઉપાડી લીધા હતા અને બેંક તથા બેંકના કસ્ટમરો સાથે છેતરપીંડી કરી અને એક બેંક કર્મચારી તરીકે કુલ રૂપીયા 83,00,200ની ઉચાપત કરી બેંકમાંથી કરેલ ઉચાપતની રકમમાંથી રૂ. 7,11,200 પરત બેન્કમાં જમા કરાવી બેંક તથા બેન્કના કસ્ટમરો સાથે આરોપીએ એક બેન્ક કર્મચારીની હેસીયતથી છેતરપીંડી વિશ્વાસઘાત કરી નાણાની ઉચાપત કરતા એચડીએફસી બેંકના મેનેજરે નિલેશભાઇ નાથાભાઇ કરમુરે સી.ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી રાજભાઇ યોગેશભાઇ મણીયારને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.