ખાસ-ખબર સંવાદદાતા
જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી (અટકાયત, પ્રતિબંધ, નિવારણ) અધિનિયમ-2013 અંતર્ગત ખારવા સમાજ વાડી વેરાવળ ખાતે જાગૃતી સેમીનારનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં નારી અદાલત, જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, 181 અભ્યમ વગેરે વિશે માહિતી આપવામાં આવી હતી. જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી દ્વારા કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી વિશેના કાયદાઓની સંપૂર્ણ માહિતી તેમજ પીબીએસસી સેન્ટર, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના વગેરેની તમામ માહિતી આપવા ઉપરાંત જિલ્લા અને તાલુકા કાનુની સેવા સત્તા મંડળ સીડીપીઓ વેરાવળ દ્વારા માહિતી આપી ઉપસ્થિત તમામ મહિલાઓએ કાયદાને અનુરુપ ટૂંકી ફિલ્મ નિહાળી હતી.