ખાસ-ખબર સંવાદદાતા
પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઈઝેશન ગુજરાત દ્વારા મોરબી સિરામિક્સ એસોસિએશનના સહયોગથી મોરબી સિરામિક્સ ઉદ્યોગના માલિકો અને કર્મચારીઓ માટે પ્રોપેન ગેસના વપરાશની સલામતી અંગે જાગૃતિ તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં 1040 ઉધોગના માલિક-કર્મચારીએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ડો. આર. વેણુગોપાલ ઈંઙઊજજ, જોઈન્ટ ચીફ કંટ્રોલર ઓફ એક્સપ્લોઝિવ, ગુજરાત દ્વારા કરાયું હતું. તેઓએ તેમના ઉદ્ઘાટન પ્રવચનમાં સલામતી ધોરણો જાળવવા માટે સિરામિક્સ ઉદ્યોગો તરફથી વધુ પ્રયત્નોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ડો. વેણુગોપાલે પ્રોપેન સુરક્ષામાં તાલીમ આપવાના આ પ્રયાસમાં ઙઊજઘ અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ તરફથી તમામ સહકારની ઓફર કરી હતી. મોરબી ખાતેના મેગા ઈવેન્ટમાં સિરામિક એસો. ના પ્રમુખ હરેશ બોપલિયા, વિનોદભાઈ ભાડજા, કિરીટ પટેલ તથા એસોસિએશનના સભ્યો સાથે 450 ફેક્ટરીઓના કર્મચારીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ઙઊજઘ, ઈંઘઈક, ઇઙઈક, ઇંઙઈક અને અયશલશતના ટેકનિકલ નિષ્ણાંતો દ્વારા સત્રો આપવામાં આવ્યા હતા.