ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ જિલ્લાના મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા કામનાથ હોલ વેરાવળ ખાતે મહિલાઓની જાતિય સતામણી (અટકાયત, પ્રતિબંધ અને નિવારણ) અધિનિયમ-2013 અંતર્ગત કાયદાકીય જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવેલ.
આ કાર્યક્રમ અંતર્ગત મહિલા કલ્યાણ સંબંધી વિવિધ યોજનાઓ જેવી કે 181 મહિલા હેલ્પલાઇન, સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર, ડિસટ્રીક્ટ હબ ફોર એમપાવરમેન્ટ ઓફ વુમન વગેરેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત, મહિલા સુરક્ષા સંબંધી કાયદાઓ જેમાં ઘરેલુ હિંસા અધિનિયમ, દહેજ પ્રતિબંધ અધિનિયમ તેમજ કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ 2013 ની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી તથા મુશ્કેલીના સમયમાં મહિલાઓને પોલીસ વિભાગ હેઠળ કાર્યરત શી ટીમ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તથા મહિલા અને બાળ અધિકારીની કચેરીનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું હતું.
ગીર સોમનાથમાં મહિલાઓને લગતા કાયદા વિશે જાગૃતિ શિબિરનું આયોજન કરાયું
