ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સેકસુઅલ હેરેસમેન્ટ એટ વર્કપ્લેસ પ્રીવેન્શન વીક અંતર્ગત નયી ચેતના 2.0 અંતર્ગત જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડો.ચંદ્રેશ ભાંભીનાં માર્ગદર્શન હેઠળ એક જાગૃતિ શિબિરનું આયોજન ડો.સુભાષ આર્ય ક્ધયા વિદ્યાલય ખાતે કરવામાં આવ્યું હતું.
જેમાં વિદ્યાર્થીનીઓને સાયબર સેફ્ટી, સાયબર ક્રાઇમ, મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત ચાલતી વિવિધ યોજનાઓ જેવીકે સખી વન સ્ટોપ સેન્ટર, 181 અભયમ મહિલા હેલ્પ લાઇન, પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટર, બેટી બચાવો બેટી પઢાવો, વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થીક સહાય યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય પુન:લગ્ન યોજના તેમજ મહિલાઓ સબંધી કાયદાઓ જેવાકે કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી, ઘરેલુ હિંસા અધિયનીયમ, દહેજ પ્રતિબંધ અધિનિયમ અને મહિલા કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી.