51 ઉપવાસથી લઈ અઠ્ઠાઈ તપ સુધી અનેક ભાવિકોની તપસ્યા પૂર્ણ
પૂ. આચાર્ય સમ્રાટ અજરામરજી સ્વામીની પૂણ્યતિથિ પર 165 અઠ્ઠમ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
લીંબડી અજરામર સંપ્રદાયના મહાપ્રભાવક પૂ. આચાર્ય ગુરૂૂદેવ રૂૂપ-નવલ-રામ ગુરૂૂદેવોના પરમ કૃપાપાત્ર સુશિષ્ય પૂ. શાસન પ્રભાવક આચાર્ય ગુરૂૂદેવ પ્રકાશચંદ્રજી સ્વામીની નિશ્રામાં આદિઠાણા-5 ખાતે તપસ્યા અને આનંદમંગલનું અનોખું માહોલ રહ્યું હતું. શ્રીમતી મિતાબેન મિતેશભાઈ મહેતાએ 51 ઉપવાસ કર્યા હતા તો ભરતકુમાર સુરેશભાઈ કૂકડાએ 41 ઉપવાસ કર્યા હતા. માસખમણ, સિદ્ધિતપ, ધર્મચક્ર તપ, રજોહરણ તપ અને અન્ય અનેક તપસ્યાઓમાં મોટી સંખ્યામાં ભાવિકોએ જોડાઈ ધાર્મિકતા પ્રગટાવી હતી.
- Advertisement -
આ પ્રસંગે પૂ. આચાર્ય સમ્રાટ અજરામરજી સ્વામીની 211મી પુણ્યતિથિ નિમિત્તે 165 જેટલા અઠ્ઠમો થયા હતા. બાલાસર નિવાસી દોશી નીલમબેન પ્રભુલાલે આજીવન બ્રહ્મચર્ય વ્રતનો સંકલ્પ કર્યો હતો, જેનાથી સમગ્ર સંપ્રદાયમાં આનંદની લાગણી વર્તાઈ હતી.
પૂ. આચાર્ય પ્રકાશચંદ્રજી સ્વામીના 64મા જન્મદિવસે અનેક માનવતાલક્ષી તેમજ સંસ્કારલક્ષી કાર્યક્રમો યોજાયા હતા. અમેરિકાના બે દાતા પરિવાર દ્વારા જશાપર સ્થિત શિવાલય શેલ્ટર હોમને નવી એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી હતી. જીવદયામાં પણ સારી દાનરાશિ એકત્ર થઈ હતી. નાની ઉંમરની બહેનો માટે સંસ્કારલક્ષી શિબિર યોજાઈ હતી જેમાં 200 બહેનોએ ભાગ લીધો હતો.
જન્મદિવસના કાર્યક્રમોમાં એલિસબ્રિજ જૈન શાળા અને દાદર જૈન સંઘના બાળકો દ્વારા ધાર્મિક નાટક રજૂ કરાયા હતા. 150થી વધુ બાલકો-બાલિકાઓ જેમણે પ્રતિક્રમણ શીખ્યું હતું તેમને અનુમોદના આપવામાં આવી હતી.
બહુશ્રુત મુનિ નૈતિકચંદ્રજીના 39મા જન્મદિને અમદાવાદના મહિલા મંડળોનો પ્રશ્ર્નમંચ ગોઠવાયો હતો જેમાં 28 મંડળો જોડાયા હતા. સંઘના આગેવાનો મુજબ આવનારા પર્યુષણ મહાપર્વ દરમિયાન વધુ મોટી સંખ્યામાં તપસ્યાઓ થવાની સંભાવના છે.



