ખાસ-ખબર સંવાદદાતા
ગિર સોમનાથ રાષ્ટ્રિય કરણી સેનાના સંસ્થાપક અને રાષ્ટ્રિય અધ્યક્ષ સુખદેવસિહ ગોગામેડીની જયપુરમાં જે રીતે ઘાતકી હત્યા કરવા માં આવી છે તે બનાવને ક્ષત્રીય રાજપુત સમાજ દ્વારા કડક શબ્દોમાં વખોડી અને હત્યારાઓનું એન્કાઉન્ટર કરવાની માંગ સાથે તાલાલા કરણી સેનાના સભ્યો દ્વારા ખાતે આવેદન પાઠવવામાં આવ્યું હતું.જેમાં જણાવવામાં આવ્યું હતું કે આવો ગુનો આચરનારને જલ્દીથી જલ્દી ફાંસીની સજા ફટકારવામાં આવે તેમજ પકડાયેલા આરોપીઓના રિમાન્ડ લઈને પૂરતી તપાસ કરવામાં આવે અને આ ષડયંત્રમાં સામેલ ગુનેકારોની પણ ધરપકડ કરવામાં આવે અને તેમને પણ ફાંસી ની સજા ફટકારવામાં આવે અને તપાસમાં ઢીલી નીતિ રાખવામાં આવશે તો ક્ષત્રિય રાજપુત સમાજને જલદ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.