ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત રાજ્યના વનરક્ષક અને વનપાલના ગ્રેડ-પેને લઇને ગીર સોમનાથમાં સામાજીક વનીકરણના ડીએફઓને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં તા. 29 ઓગસ્ટના રોજથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર જવાની ચિમકી અપાઇ છે.ગુજરાત રાજ્ય વનરક્ષક કર્મચારી મંડળ દ્વારા વનરક્ષક વર્ગ-3 ને 2800 નો ગ્રેડ પે આપવા તેમજ વનપાલને 4200 નો ગ્રેડ પે આપવા, રજાના દિવસે બજાવેલી ફરજના ભાગરૂપે રજા પગાર તેમજ વનરક્ષકની ભરતી અને બઢતીનો રેશ્યો 1:3 કરવા રજૂઆતો કરાઇ છે.પણ આ પ્રશ્નનું નિરાકરણ આવેલું નથી. આથી મંડળના ઉપક્રમે ગીર સોમનાથ સામાજીક વનીકરણના ડીએફઓ કચેરી ખાતે ગીર સોમનાથના વનરક્ષકો અને વનપાલોએ આવેદનપત્ર આપી આગામી તા. 29 ઓગસ્ટથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર જવાની ચીમકી પણ આપી છે.
વનરક્ષક અને વનપાલનાં ગ્રેડ-પેને લઇ આવેદન પત્ર આપ્યું



