ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.4
જૂનાગઢ શહેરના જાહેર સ્થળોએ મતદાન અવશ્ય કરીએ, આવ્યો રૂડો અવસર….. લોકશાહીનો તહેવાર….. જેવા સૂત્રો સાથે રંગોળીનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા લોકશાહીના આ પવર્મા વધુમાં વધુ લોકોની ભાગીદારી સુનિશ્ચિત થાય એ માટે જનજાગૃતિના કાર્યક્રમો જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અનિલ રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ યોજાઇ રહ્યા છે.
- Advertisement -
જે અન્વયે જૂનાગઢ શહેરના ઐતિહાસિક સ્થળો સહીત રેલવે સ્ટેશન, સરદાર ગેટ, સિવિલ હોસ્પિટલ, ઉપરકોટ (મેઇન ગેટ), સુરજ સિનેમા, કાળવા ચોક, દરબાર હોલ મ્યુઝીયમ, ભવનાથ તળેટી સહિતના સ્થળોએ પ્રોફેશનલ આર્ટિસ્ટો દ્વારા રંગોળી બનાવી લોકોને મતદાન કરવા માટે પ્રેરીત કરાયા હતા. આ ઉપરાંત તાલુકા કક્ષાએ શાળાઓમાં, આંગણવાડીઓમાં પણ રંગોળીનું આયોજન કરવામાં આવ્યું હતુ. આમ, કલાત્મક રંગોળીના માધ્યમથી લોકોને મતદાન કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.