માંગરોળ તાલુકાના શારદાગ્રામ સંસ્થા સંચાલિત બી.આર.એસ. કોલેજ વિદ્યાર્થી આયોજિત એન.એસ.એસ. (જુદા જુદા સેવા પ્રકલ્પો)ની વાર્ષિક શિબિર નો લોએજ મુકામે ઉદ્ઘાટન સમારોહ યોજવામાં આવ્યો સમારોહના અધ્યક્ષ માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા ઉદ્ઘાટક શ્રી લોએજ સ્વામિનારાયણ મંદિર પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી દ્વારા કરવામાં આવેલ જેમાં સંસ્થાના નિયામક શ્રી ભટ સાહેબ, કોલેજના પ્રિન્સિપાલ પુરોહિત સાહેબ અને તેમનો તમામ સ્ટાફ પ્રોફેસરો કોલેજના વિદ્યાર્થીઓ લોએજના સરપંચ રવિ ભાઈ નંદાણીયા સ્થાનિક આગેવાન ગોવાભાઇ ચાંડેરા, ધાનીબેન નંદાણીયા આગાખાન સંસ્થાના ફાલ્ગુનીબેન જાડેજા, દાનાભાઈ ખાંભલા તેમજ શાળાના આચાર્ય વગેરે હાજર રહી દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકવામાં આવેલ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન પંડ્યા સાહેબ દ્વારા કરવામાં આવેલ.
માંગરોળના શારદાગ્રામ સંસ્થામાં વાર્ષિક શિબિર યોજાઇ

Follow US
Find US on Social Medias