ખાસ-ખબર સંવાદદાતા
છેલ્લા ઘણા મહિનાઓથી હવાઈ મુસાફરી દરમિયાન મુસાફરોને બે-ચાર અસુવિધાજનક સ્થિતિનો સામનો કરવો પડતો હતો. જેમાં ટેક ઓફ થયા બાદ ટેક્નિકલ સમસ્યાના કારણે પ્લેનને લેન્ડ કરવું પડ્યું હતું.
ઉદયપુરથી દિલ્હી આવી રહેલી ફ્લાઈટને ટેક ઓફ કરતાની સાથે જ મોબાઈલ વિસ્ફોટ થતાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. ફ્લાઈટમાં બ્લાસ્ટ થતાં જ આખી કેબિનમાં ધુમાડો ફેલાઈ ગયો અને પછી પાઈલટને પ્લેન લેન્ડ કરવાની ફરજ પડી.
- Advertisement -
મુસાફરના મોબાઈલમાં બ્લાસ્ટ થતાં મુસાફરો ભયભીત થઈ ગયા હતા. જે બાદ ઉદયપુરના ડબોક એરપોર્ટ પર ફ્લાઈટનું ફરીથી ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ઉદયપુર એરપોર્ટ પર ફ્લાઈટ લેન્ડ થયા બાદ તેમાંથી 3 થી 4 મુસાફરો બહાર નીકળી ગયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે મુસાફરોએ ફ્લાઈટમાં ચઢવાની ના પાડી દીધી હતી. પરંતુ બાદમાં ટેક્નિકલ ચેકઅપ બાદ ફ્લાઈટને ફરીથી દિલ્હી મોકલવામાં આવી હતી.
જોકે પ્લેન લેન્ડ થયાના એક કલાક બાદ પ્લેને પાછું ઉડાન ભરીને સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું હતું. જોકે, આ પહેલો કિસ્સો નથી કે જેમાં પ્લેન ટેકઓફ થયા બાદ આવી સમસ્યાનો સામનો કરવો પડ્યો હોય. ગયા મહિને 21 જૂનના રોજ ઈન્ડિગોની ફ્લાઈટ નંબર-6ઊ 2134-જે દિલ્હીથી દેહરાદૂન જઈ રહી હતી તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.
ફ્લાઈટના ઈમરજન્સી લેન્ડિંગ વિશે બોલતા ઈન્ડિગોએ કહ્યું છે કે ઘણી ટેકનિકલ સમસ્યાઓના કારણે ફ્લાઈટને ચેતવણીના સંકેત મળ્યા બાદ પ્રાયોરિટી લેન્ડિંગ કરવામાં આવી હતી. આ નિવેદન અનુસાર દિલ્હીથી દેહરાદૂન જતી ઈન્ડિગોની ફ્લાઈટ 6ઊ 2134 ટેક્નિકલ સમસ્યાને કારણે તેના મૂળ સ્ટેશન પર પાછી ફરી હતી.પાયલોટે પ્રક્રિયા મુજબ અઝઈને જાણ કરી અને અધિકારીઓને લેન્ડિંગના કારણ વિશે જાણ કરી.ડીજીસીએ ભારતમાં પ્લેન ઓપરેશન દરમિયાન મુસાફરોની સલામત મુસાફરી માટે સતત માર્ગદર્શિકા જારી કરે છે, તેમ છતાં આ દિવસોમાં તેના પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.