ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.2
જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી સંજય ઉર્ફે ભાણો ઉર્ફે ટકો તલુશીભાઇ હાપલીયા રહે. રાજકોટ,માર્કેટ યાર્ડ વાળા પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો.
- Advertisement -
જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ જે.જે.પટેલ અને પેરોલ ફર્લો સ્ક્વોડના પીએસઆઇ વાઈ.પી.હડીયા અને એએસઆઈ ઉમેશ વેગડાને મળેલી હકીકતના આધારે તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુનાહમાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપી સંજય ઉર્ફે ભાણો ઉર્ફે ટકો જૂનાગઢ શહેરના બસ સ્ટેન્ડ પાસે હોવાનું માલુમ પડતા તેને ઝડપી પાડ્યો હતો અને ઝડપાયેલ આરોપીને તાલુકા પોલીસને સોંપી પોલીસે વધુ કાર્યવાહી હાથધરી હતી.