ખાસ-ખબર સંવાદદાતા
મોરબી, સુરેન્દ્રનગર અને વલસાડ જીલ્લાના અલગ અલગ દેશી-વિદેશી દારૂના 11 ગુનામાં સંડોવાયેલ અને 7 ગુનામાં એકાદ વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમે સુરેન્દ્રનગરથી ઝડપી પાડીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. મોરબી એલસીબી પીઆઈના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મોરબી જીલ્લામાં મોરબી તાલુકા, વાંકાનેર તાલુકા, વાંકાનેર સીટી તેમજ સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા પોલીસ મથકમાં દેશી અને વિદેશી દારૂના 07 ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપી બળવંતભાઈ જીવણભાઈ સાપરા હાલ સુરેન્દ્રનગર ખાતે હોવાથી ચોક્કસ બાતમી મળતા પેરોલ ફર્લો સ્કવોડ મોરબીની ટીમે સુરેન્દ્રનગર ખાતેથી આરોપીને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ આરોપી મોરબી જીલ્લામાં વાંકાનેર, હળવદ, મોરબી તેમજ સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા અને વલસાડ જીલ્લાના પોલીસ મથકમાં કુલ 11 ગુનામાં સંડોવાયેલ હતો તેમજ 7 ગુનામાં એક વર્ષથી નાસતો ફરતો હતો જેને ઝડપી લઈને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો હતો.