ખાસ-ખબર સંવાદદાતા
ઉના તાલુકાના દરીયા કાંઠા વિસ્તારમાં અજગર આવી ચઢતા લોકોમાં ભયનું વાતાવરણ ફેલાય ગયેલ હતું. દરીયાં કાઠે આવેલ ખડા ગામની સીમ વાડી વિસ્તારમાં ઢોરવાળીયામાં અચાનક અજગર આવી ચઢતા ખેડૂત પરિવારમાં ભાગદોડ મચી ગયેલ હતી. અને ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. તેની જાણ વનવિભાગને કરતા ઘટનાસ્થળે દોડી જઇ મહાકાય અજગરનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યો હતો.ખડા ગામે વહતા બાપા વિસ્તારમાં વીજાભાઇ બાંભણીયાની સીમ વાડીમાં રહેતા હોય અને મકાન પાસે અચાનક અજગર ઘુસી ગયેલ હોય વાડી માલીક ઓરડીમાં જતાં અજગર નજરે ચઢતા તાત્કાલીક વનવિભાગને જાણ કરતા નવાબંદર રાઉન્ડનો સ્ટાફ સ્થળ પર દોડી ગયેલ હતો. ઓરડીમાંથી 8 ફુટનો મહાકાય અજગરનું મહામુસીબતે રેસ્ક્યુ કરી પકડી પાડેલ અને મહાકાઈ અજગરને સલામત સ્થળે જંગલમાં મુક્ત કરવામાં આવતા ખેડૂત તેમજ આજુબાજુના વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ઊનામાં ખડા ગામે 8 ફુટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરાયું
