ભારતમાં સૌપ્રથમ વખત રાજકોટ દૂધ સંઘ અને GCMMF (Amul)ના સંયુક્ત ઉપક્રમે રાજકોટ દૂધ સંઘ સંલગ્ન આણંદપર દૂધ મંડળી પર “અમુલ માઇક્રો ATM”નું ઉદ્ઘાટન રાજકોટ દૂધ સંઘના ચેરમેનશ્રી ગોરધનભાઈ ધામેલીયાએ કર્યું.
આણંદપર ગામના કોઈ પણ દૂધ ઉત્પાદક દૂધ મંડળીમાં “અમુલ માઇક્રો ATM” દ્વારા રૂપિયા ઉપાડીને ઝડપથી વળતર મેળવી શકશે, જેથી ખેડૂતોને હવે બેન્કએ જવાની જરૂર નહિ પડે. આ પ્રોજેક્ટ દ્વારા દેશના બીજા ઘણા દૂધ સંઘો પ્રેરિત થઈને લાખો દૂધ ઉત્પાદકોને ફાયદો મળશે.
- Advertisement -
આ વર્ચુઅલ ઉદ્ઘાટન કાર્યક્રમમાં GCMMF (Amul)ના ચેરમેન શ્રી શામળભાઈ પટેલ, વાઇસ ચેરમેનશ્રી વાલમજીભાઈ હુંબલ, MD શ્રી આર. એસ. સોઢીજી, સુરત, સુરેન્દ્રનગર અને ભરૂચ દૂધ સંઘના ચેરમેનશ્રીઓ, રાજકોટ દૂધ સંઘના MD શ્રી વિનોદ વ્યાસ, DGVના શ્રી રાઘવનજી, Federal Bankના શાલિનીજી, આણંદપર મંડળીના પદાધિકારી અને રાજકોટ દૂધ સંઘના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


