ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા સંસદમાં રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ – 2025ને અમરેલી લોકસભાના સાંસદ ભરત સુતરીયાએ આવકાર્યું છે. સાંસદે જણાવ્યું કે, આ બજેટ દેશના વિકાસ માટે એક દિશાસૂચક પારદર્શક છે, જે દરેક વર્ગના નાગરિકોના હિતને ધ્યાનમાં રાખીને ઘડાયું છે. તેમણે ખાસ કરીને ખેડૂતો, મધ્યમ વર્ગ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નવી ટેક્નોલોજી માટે કરવામાં આવેલ વિવિઘ મુદ્દાઓ રજૂ કર્યા હતા. એ બાબત પ્રશંસનીય કહેવાય કે સરકાર દ્વારા કૃષિક્ષેત્ર માટે નવા ફંડની ફાળવણી, પીએમ કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ વધુ લાભો અને કૃષિ સ્ટાર્ટઅપ્સ માટે પ્રોત્સાહન છે. મધ્યમ વર્ગ માટે કરમાં રાહત અને ઘર ખરીદી માટે સબસિડી જેવા પગલાં લોકોને આર્થિક રીતે સશક્ત બનાવશે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે નાણાં ફાળવવાથી અમરેલી અને સમગ્ર સૌરાષ્ટ્રમાં રસ્તાઓ, રેલવે, પોર્ટ્સ અને ઉદ્યોગો માટે સારા અવસરો ઊભા થશે. સાંસદે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ બજેટ ભારતને 2047 સુધી વિકાસશીલથી વિકસિત દેશ બનાવવાની દિશામાં એક મજબૂત પગથિયું ગણાવ્યું હતું.