અખાણ ખનીજ વિભાગે આશરે 1 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
- Advertisement -
અમરેલી જિલ્લામાં ગેરકાયેદસર ખનીજ ચોરી કરતા સામે ખાણ ખનીજ વિભાગ દ્વારા લાલ આંખ કરવામા આવી છે. ત્યારે અમરેલી ખાણ ખનીજ વિભાગ એક્શન મોર્ડમાં આવ્યું છે. અમરેલી જિલ્લા કલેકટરની સુચના અને માર્ગદર્શન હેઠળ ભૂસ્તરશાસ્ત્રી અમરેલીની ટીમ દ્વારા વહેલી સવારે અચાનક તપાસ હાથ ધરતા કુંકાવાવ- વડીયા રોડ પરથી 3 સાદી રેતી ખનીજ ડમ્પર તેમજ 3 કાર્બોસેલ કોલસાના ડમ્પરો સહિત કુલ 6 ડમ્પરો મળીને આશરે એક કરોડનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમરેલી ખાણ ખનીજ વિભાગે રેડ દરમયાન સૌથી મોટી સફળતા મળી છે. ખાણ ખનીજ વિભાગે રેડ દરમિયાન સપાટો બોલાવતા ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયો હતો.