ખાસ-ખબર ન્યૂઝ રાજુલા, તા.15
ગુજરાત અને મધ્યપ્રદેશ રાજયોમાં 50 થી વધુ ઘરફોડ ચોરીઓના ગુનાઓમાં સંડોવાયેલ ગેંગને કિં.રૂ.14,95,656 લાખના સોનાના મુદ્દામાલ સાથે ચોરી કરનાર ટોળકીને અમરેલી એલસીબીટીમે ઝડપી પાડી છે. ગઇ 02/03/2024 નાં રોજ નરેન્દ્રસિંહ બહાદુરસિંહ પરમાર રહે.રાજુલા, સ્વામિનારાયણ નગર તેઓ પોતાના પરીવાર સાથે ધારી મુકામે પોતાનું રહેણાંક મકાન બંધ કરી ગયેલ હોય તે દરમિયાન રાત્રીના અજાણ્યા ચોર ઈસમોએ રહેણાંક મકાનમાં ગે.કા. પ્રવેશ કરી, રૂમનું તાળુ તોડી, કબાટમાં રાખેલ રોકડા રૂ.8,000 હજાર તથા સોના ચાંદીના દાગીના કુલ કિ.રૂ 3,57,000 મળી કુલ કિ.રૂ.3,65,000 ની ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ હોય જે અંગે નરેન્દ્રસિંહએ અજાણ્યા આરોપીઓ વિરૂધ્ધ ફરિયાદ કરી હતી. રાજુલા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. 11193050240070/2024 ઈ.પી.કો. કલમ 454, 457, 380 મુજબનો ગુન્હો રજી. થયેલ તેમજ બીજા જ દિવસે ભાવનગર જિલ્લાના મહુવા પો.સ્ટે.માં સરખા એમ.ઓ.થી ઘરફોડ ચોરી થયેલ હોય જે ચોરીમાં સોના દાગીના આશરે 20 તોલાથી વધુની ચોરી થયેલ હતી. અને મહુવા પોલીસ સ્ટેશનના અજાણ્યા ચોરી કરનાર શખ્સ વિરુદ્ધ ગુન્હો નોંધાયો હતો.
- Advertisement -
ત્યારે આ ચોરી કરનાર આરોપીને પકડી પાડવા માટે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહની સુચનાથી એલસીબી, તેમજ વિવિધ ટીમો બનાવી ચોરી કરનાર આરોપીને પકડી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. અને તપાસમાં બનાવના સ્થળની આજુબાજુના સી.સી.ટી.વી. ચેક કરવામાં આવેલ હતાં જેમાં રાજુલામાંથી મળી આવેલ સી.સી.ટી.વી. ફુટેજોમાં શંકાસ્પદ આરોપી મળી આવેલ હોય આ ઈસમો મહુવા થયેલ ઘરફોડ ચોરીના સી.સી.ટી.વી. ફુટેજમાં પણ દેખાતા હતાં. અને શંકાસ્પદ આરોપી એક જ હોવાનું જણાય આવતા જે શંકાસ્પદ આરોપીઓની સઘન તપાસ દરમિયાન બાતમી આધારે તેમજ ટેકનીકલ સોર્સ આધારે દાહોદ જીલ્લા ખાતેથી આરોપીઓની તપાસ દરમિયાન શકદાર ઇસમોને હસ્તગત કરી સઘન પુછપરછ કરતા ઉપરોકત ઘરફોડ ચોરીની કબુલાત કરી હતી. અને તમામ આરોપીઓને પકડી પાડી ઉપરોકત ઘરફોડ ચોરીમાં ગયેલ સોનાના દાગીના પૈકીનો મુદ્દામાલ રીકવર કરવામાં આવેલ છે.
જેમા આરોપી (1) પકેશ ઉર્ફે પકો ઉર્ફે પંકજ ઉર્ફે પ્રકાશ લાલાભાઈ ભાભોર, ઉ.વ.26, રહે.માતવા, મકોડી ફળીયુ. તા.ગરબાડા, જિ.દાહોદ. (2) નગરસિંહ ઉર્ફે નગરો ગુંડીયાભાઈ મીનામા, ઉ.વ.22, રહે. માતવા,તળાવ ફળીયુ, તા.ગરબાડા, જિ.દાહોદ.(3) સંજય ઉર્ફે દાસ નરસીંગ મછાર,ઉ.વ.22 રહે.જદાખેરીયા, ડુંગળી ફળીયુ, તા.લીમખેડા, જિ.દાહોદ.(4) દિલીપભાઈ મણીલાલ સોની,ઉ.વ.57, રહે.દાહોદ, રોકડીયા સોસાયટી, મંડાવ રોડ, તા.જિ.દાહોદ આ ચોરી કરનાર ટોળકીને અમરેલી એલસીબીએ ઝડપી પાડી હતી અને વધુ કાર્યવાહી માટે રાજુલા પોલીસને સોપી આપેલ છે.