પોલીસે ટેકનિકલ અને સ્થાનિક સોર્સના આધારે આરોપીઓને દબોચ્યા
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ઢુંઢિયા પીપળીયા ગામે 17 જુલાઈએ બનેલા વૃદ્ધ ખેડૂત દંપતીની હત્યા અને લૂંટ કેસનો પોલીસે 10 દિવસમાં સફળતાપૂર્વક ભેદ ઉકેલી નાખ્યો છે. આ ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. ઘટનાની વિગત મુજબ, 17 જુલાઈના રોજ ચકુભાઈ રાખોલિયા અને તેમના પત્ની કુંવરબેન રાખોલિયાની તેમના રહેણાંક મકાનમાં તીક્ષ્ણ હથિયાર વડે માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હત્યા કરવામાં આવી હતી.
- Advertisement -
બીજા દિવસે આ ડબલ મર્ડરની ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો હતો. લૂંટના ઈરાદે આવેલા અજાણ્યા શખ્સોએ રૂમમાં રહેલા લોખંડના કબાટનું તાળું તોડી તેમાંથી રૂ. 2 લાખની રોકડની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.
આ અંગે મૃતક દંપતીના દીકરા હરસુખભાઈ રાખોલિયાએ વડિયા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ વૃદ્ધ દંપતીની કરપીણ હત્યાને લઈ ગામમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ, એસપી સંજય ખરાતની સૂચનાથી ડીવાયએસપી ચિરાગ દેસાઈના સુપરવિઝન હેઠળ લૂંટ અને ડબલ મર્ડરના અજાણ્યા આરોપીઓને શોધી કાઢવા માટે કઈઇ, જઘૠ, વડિયા પોલીસ સહિત 50થી વધુ પોલીસની જુદી જુદી ટીમો બનાવવામાં આવી હતી. આરોપીઓને પકડી પાડવા માટે વિવિધ દિશાઓમાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. આસપાસના 20 કિલોમીટરમાં લાગેલા સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, પોલીસે મૃતકના પરિવારજનો, સગાં-સંબંધીઓ અને ગ્રામજનોની સઘન પૂછપરછ કરી હતી.
- Advertisement -
પોલીસે સ્થાનિક સોર્સ અને ટેકનિકલ સોર્સના આધારે હત્યારાઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. આ ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓ, જેમાં 1. રામજી ઉર્ફે બાલો ઉર્ફે પાગા સોલંકી, 2. આશિષ ઉર્ફે બાવ સોલંકી, 3. અનિલ ઉર્ફે અનકો સોલંકી, અને 4. મધ્યપ્રદેશનો પરપ્રાંતિય મજૂર મીઠું ઉર્ફે રામસિંગ મુહાનો સમાવેશ થાય છે, તેમને પોલીસે ઝડપી લીધા છે. પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરીને આ ડબલ મર્ડર અને લૂંટ કેસનો દસ દિવસમાં ભેદ ઉકેલી નાખ્યો છે. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં
આવી છે.