લગ્નમાં પ્રસંગમાં ઘોડીને ટ્રેક્ટર અડી જતા થઈ બબાલ, એકનું મોત, સાત ઇજાગ્રસ્ત
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
- Advertisement -
અમરેલી જીલ્લાના બાબરા તાલુકાના ફુલઝર ગામે સાંજના સમયે કોઈ કારણોસર બે જૂથ વચ્ચે ધિંગાણું સર્જાયું હતું. મળતી માહિતી મુજબ બાબરાના ફુલઝર ગામે બે સમાજના જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં લગ્ન પ્રસંગમાં ઘોડીને ટ્રેક્ટર અડી જવાને કારણે બબાલ થઇ હતી. અને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ જૂથ અથડામણમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. અને સાત જેટલા વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતાં.
જે તમાંમ ઇજાગ્રસ્તોને સારવાર માટે ગોંડલ અને બાબરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતાં. આ ધટના પગલે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. બાબરા પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી. આ ધટના પગલે એસપી સંજય ખરાત અને ડીવાયએસપી ચિરાગ દેસાઇ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.



