અસરગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
અમરેલીના બાબરાના દરેડ ગામમા લગ્ન પ્રસંગે ગોંડલના વાસાવડ ગામ નજીકથી જાન આવી હતી. અને બપોરે માંડવીયા અને જાનૈયાઓએ ભોજનમા થાબડી, બરફી, દાળભાત, શાકપુરી રોટલી પીરસવામા આવી હતી. લગ્ન બાદ જાનને તેના ગામ રવાના કરી દેવામા આવેલ અને તે દરમિયાન ઝાડા- ઉલ્ટી થતા બાળકોથી વુધ્ધો સુધીના લોકોને ફુડ પોઈઝનીંગની અસર થવાના કારણે સારવાર માટે જુદીજુદી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. અને ફૂડ પોઇઝનીંગની 60થી વધુ લોકોને અસર થઇ હતી. અને તમામને સારવાર આપ્યા બાદ રજા આપી દેવામાં આવી હતી.