દાહોદના ખેતમજૂર ભાવેશ કટારાની ધરપકડ; ઉગઅ રિપોર્ટ અને કબૂલાતના આધારે અમરેલી તાલુકા પોલીસે સફળતા મેળવી
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
અમરેલી જિલ્લાના લોધિકા તાલુકાના નાના ભંડારીયા ગામે વર્ષ 2023માં થયેલી એક અજાણી મહિલાની હત્યાનો ભેદ આખરે અમરેલી તાલુકા પોલીસે ઉકેલી નાખ્યો છે. આ હત્યાકાંડમાં બીજું કોઈ નહીં પણ મૃતક મહિલાનો પતિ જ હત્યારો નીકળ્યો હતો, જેણે સામાન્ય માથાકૂટમાં પત્નીનું ગળું દબાવી હત્યા કરી દીધી હતી.
- Advertisement -
અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં મૃતક મહિલાના માતા નવલીબેન બારીયાએ પોતાના જમાઈ ભાવેશ કટારા સામે તેમની દીકરી વિશે માહિતી ન આપવાની અરજી કરી હતી. આ અરજીની તપાસ દરમિયાન: પોલીસે ગત તા. 22/02/2023ના રોજ નાના ભંડારીયા ગામની સીમમાં ભીખાભાઈ કેશુભાઈ વોરાની વાડી પાસે આવેલા ડેમના પાળેથી મળી આવેલી મહિલાની લાશના ફોટોગ્રાફ્સ અરજદારને બતાવ્યા હતા.
અરજદારને પોતાની દીકરી હોવાની શંકા જતા, લાશ અને અરજદાર તથા તેમના પતિના ઉગઅ સેમ્પલ ઋજક ખાતે મોકલાવવામાં આવ્યા હતા.
તાજેતરમાં, ગત તા. 30/09/2025ના રોજ નવલીબેનને તેમના જમાઈ ભાવેશ કટારાએ મળીને કબૂલાત કરી હતી કે, “મેં તમારી દીકરીને મારી નાખી છે.”આ કબૂલાતના આધારે નવલીબેને તેમના જમાઈ ભાવેશભાઈ કલ્પેશભાઈ કટારા વિરુદ્ધ હત્યા અને અન્ય કલમો હેઠળ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી (પાર્ટ એ ગુ.ર.નં.11193004250471/2025). પીઆઈ ઓ.કે. જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ચોક્કસ બાતમીના આધારે આરોપી ભાવેશ કટારાને વડિયા તાલુકાના બાદલપર ગામની સીમમાંથી ઝડપી પાડ્યો હતો. આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું કે, વર્ષ 2023માં આરોપી ભાવેશ કટારા પોતાના સાસુ-સસરા અને પત્ની સાથે નાના ભંડારીયા ગામે ગોવિંદભાઈ વોરાની વાડીએ ખેતમજૂરી કરતા હતા.
તા. 12/02/2023ના રોજ સાસુ-સસરા દાહોદ ગયા ત્યારે પતિ-પત્ની વચ્ચે સામાન્ય ઝઘડો થયો હતો. આ ઝઘડામાં આવેશમાં આવીને આરોપી પતિએ પોતાની પત્નીનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ લાશને ખભા પર નાખીને તે ડેમના પાળા ઉપર ગયો હતો અને ત્યાં પથ્થરો હટાવીને લાશને દાટી દીધી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. હત્યાની કબૂલાત બાદ પોલીસે આરોપીને સાથે રાખીને, હત્યા કેવી રીતે કરવામાં આવી તે અંગેની ધટનાનું પૂતળાનો ઉપયોગ કરીને રિક્ધસ્ટ્રક્શન કરી પંચનામું પણ કર્યું હતું. નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈના માર્ગદર્શન હેઠળ અમરેલી તાલુકા પોલીસે બે વર્ષ પહેલાંની હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે.



