તુર્કી 9માં સ્થાને જયારે પાકિસ્તાનનું ટોપ ટેનમાં નામ નથી.
ગ્લોબલ પાવર ઇન્ડેક્ષમાં ભારત 1184 પોઇન્ટ સાથે ચોથા સ્થાને છે
- Advertisement -
કોઇ પણ દેશ ગમે તેટલો સુખી અને સમૃધ્ધ હોય પરંતુ સંરક્ષણમાં મજબૂત ના હોય તો આફત આવે છે. આથી જ તો દરેક દેશ પોતાના અર્થતંત્રને મજબૂત બનાવવાની સાથે સૈન્ય શકિત વધારવા પર ધ્યાન આપે છે. યુધ્ધ કે લડાઇ અચાનક આવી પડતી આફત છે આથી સરહદની સુરક્ષા મજબૂત હોવી જરુરી છે. તાજેતરમાં દુનિયાના સૈન્યની દ્રષ્ટીએ 10 શકિતશાળી દેશોની યાદી બહાર પાડવામાં આવી છે જેમાં અમેરિકા નંબર વન સ્થાન ધરાવે છે. ગ્લોબલ ફાયર પાવરની સૈન્યશકિત રેન્કિંગ અનુસાર દુનિયાના ટોચના દેશ તરીકે અમેરિકાને 0.00744 પોઇન્ટ મળ્યા છે.
અમેરિકામાં કુલ સૈન્યકર્મીઓની સંખ્યા 2117500 છે. કુલ13043 વિમાનો અને 4640 ટેન્કો છે. ગ્લોબલ ફાયર પાવરની રેંકમાં રશિયા બીજા ક્રમે છે. રશિયા પાસે સૈન્ય કર્મીઓની સંખ્યા 3570000 છે. કુલ મિલિટરી એરક્રાફટની સંખ્યા 4292 અને ટેંકોની સંખ્યા 5750 જેટલી છે. ચીન આર્થિક પાવરની સાથે સૈન્ય દ્વષ્ટીએ પણ ઝડપથી શકિતશાળી બની રહયું છે. ચીનનું સૈન્યબળ 31170000 છે ફાઇટર પ્લેનની સંખ્યા 3309 અને ટેંકોની સંખ્યા 6800 છે.
ગ્લોબલ પાવર ઇન્ડેક્ષમાં ભારત 1184 પોઇન્ટ સાથે ચોથા સ્થાને છે. ભારત પાસે સક્રિય સૈન્ય કર્મીઓની સંખ્યા 5137550 છે જયારે 2229 યુધ્ધ વિમાનો છે. ભૂમિ હુમલા માટે મહત્વનો રોલ અદા કરતા ટેંકોની સંખ્યા 4201 છે. ભારત પછી પૂર્વી એશિયાનો મહત્વનો દેશ ગણાતા દક્ષિણ કોરિયાનું સ્થાન સૈન્ય તાકાતમાં પાંચમું છે. દક્ષિણ કોરિયા પાસે 3820000 જેટલું વિશાળ સૈન્ય છે. તેની પાસે 1592 મિલિટરી એરક્રાફટ અને ૨૨૩૬ યુધ્ધ ટેંકો છે.
- Advertisement -
યુનાઇટેડ કિંગડમ (બ્રિટન) પાસેનું સૈન્ય બળ 1108860 જેટલું છે તેની પાસે 631મિલિટરી એરક્રાફટ અને 227 જેટલી ટેંકો છે. બ્રિટનને વિશ્વમાં 6ઠા ક્રમની સૈન્ય તાકાત ગણવામાં આવી છે. ગ્લોબલ ફાયર પાવરની સૈન્ય રેંકમાં ફ્રાંસમાં 7મો ક્રમ ધરાવે છે. ફ્રાંસ પાસે સૈન્ય બળ 376000 સૈનિકોનું છે તેની પાસે 976 મિલિટ્રીક્રાફટ અને 215ટેંકો છે.
શાંતિપ્રિય જાપાન સૈન્યશકિતમાં 8મું સ્થાન ધરાવે છે
શાંતિપ્રિય દેશ જાપાન દુનિયાના 10 શકિતશાળી દેશોમાં 8 મું સ્થાન ધરાવે છે. પાવર ઇન્ડેક્ષમાં જાપાનને 0.1839 પોઇન્ટ મળ્યા છે. જાપાન પાસે 328150નું સૈન્યબળ, 1443મિલિટરી એરક્રાફટ અને 521 ટેંકો છે. યુરોપ અને એશિયાની વચ્ચે આવેલો મુસ્લિમ દેશ તુર્કી સૈન્યપાવરની દ્વષ્ટીએ 9મું સ્થાન ધરાવે છે. તુર્કી પાસે 883900 સૈનિકો છે જયારે તેની પાસે 1083 એરક્રાફટ અને 2238 ટેંકો છે. ઇટાલીને સૈન્ય તાકાતમાં ટોચના 10 દેશોમાં સ્થાન મળ્યું છે. ઇટાલી પાસે સૈન્ય કર્મીઓની સંખ્યા 289000 છે આ ઉપરાંત 729 ફાયટર વિમાનો અને 200 જેટલી ટેંકો છે.