મજૂમદારના ડોમેસ્ટિક ક્રિકેટમાં 14000થી વધુ રન
ખાસ-ખબર સંવાદદાતા
દિગ્ગજ ક્રિકેટર અમોલ મજૂમદાર ભારતીય મહિલા ક્રિકેટ ટીમના મુખ્ય કોચ બનવા માટે તૈયાર છે. ગઈકાલે ક્રિકેટ સલાહકાર સમિતિએ મુંબઈમાં શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોની મુલાકાત લીધી હતી. મળેલા અહેવાલો અનુસાર મજૂમદારે આ મુલાકાતમાં ઈઅઈ સભ્યો અશોક મલ્હોત્રા, જતિન પ્રાંજપે અને સુલક્ષણા નાઈકને તેમની 90 મિનિટના પ્રેઝેન્ટેશનથી પ્રભાવિત કર્યા છે. મજૂમદાર ઉપરાંત જે લોકોનો ઈન્ટરવ્યુ લેવામાં આવ્યો તેમાં ડરહામના કોચ જોન લુઈસ અને તુષાર અરોઠેનો સમાવેશ થાય છે.
- Advertisement -
અરોઠે અગાઉ મહિલા ટીમના મુખ્ય કોચ રહી ચૂક્યા છે. તેમણે વર્ષ 2018માં આ પદ પરથી રાજીનામું આપ્યું હતું. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આ મહિને બાંગ્લાદેશના પ્રવાસે જવાની છે. ઇઈઈઈં તે પહેલા કોચની નિમણૂક કરવા માંગે છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં રોમેશ પોવારને મુખ્ય કોચના પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. ત્યારથી આ પોસ્ટ ખાલી છે. મજૂમદારના ડોમેસ્ટિક ક્રિકેટમાં 14 હજારથી વધુ રન છે. અન્ય પ્રેઝેન્ટેશન પણ સારા હતા, પરંતુ મજૂમદાર શ્રેષ્ઠ હતા.