અમિતાભ બચ્ચને ‘કૌન બનેગા કરોડપતિ 17’ ની જાહેરાત કરી દીધી છે. આ શો માટે રજીસ્ટ્રેશન 14 એપ્રિલથી શરૂ થશે. આનો વીડિયો પણ સોની ચેનલે શેર કર્યો છે.
બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન ફરી એકવાર તેમના સુપરહિટ શો ‘કૌન બનેગા કરોડપતિ’ (KBC 17)ની નવી સીઝન સાથે વાપસી કરી રહ્યા છે. સોની ટીવીએ શોનો એક નવો પ્રોમો રિલીઝ કર્યો છે, જેમાં બિગ બી તેમના સામાન્ય અંદાજમાં રજીસ્ટ્રેશન ઓપન થવાની જાહેરાત કરતા જોવા મળે છે.
- Advertisement -
સોની ટીવી દ્વારા રિલીઝ કરાયેલા પ્રોમોમાં અમિતાભ બચ્ચન એક ડૉક્ટરને પેટમાં દુખાવાની ફરિયાદ કરતા જોવા મળે છે. ડૉક્ટરને લાગે છે કે તેમણે બહાર કંઈક અનહેલ્ધી ખાધું હશે, પરંતુ બિગ બી મજાકમાં કહે છે કે સાચું કારણ તેમની અંદરની ‘ગોસિપ’ છે, જે બહાર આવવાની રાહ જોઈ રહી હતી. પછી તેઓ ખુલાસો કરે છે કે KBC 17 માટે રજીસ્ટ્રેશન 14 એપ્રિલથી શરૂ થશે.
View this post on Instagramઘણા ચાહકો આ સમાચાર સાંભળીને એક્સાઈટેડ થઈ ગયા છે, જયારે કેટલાકને આશ્ચર્ય પણ થયું કે આ શો આટલી જલ્દી પાછો આવી રહ્યો છે. એક યુઝરે લખ્યું, “હમણાં જ તો રમવાથી ફ્રી થયા હતા, ફરી કેમ? જ્યારે બીજાએ મજાકમાં કહ્યું, “કેટલું KBC રમાડશો? હમણાં જ તો છેલ્લી સીઝન પૂરી થઈ હતી!”
- Advertisement -
બિગ બીના પ્રોમો પર ચાહકો ફિદા
ચાહકોને શોનો આ પ્રોમો ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને તેઓ અમિતાભ બચ્ચનની દમદાર એક્ટિંગના વખાણ કરી રહ્યા છે. તેમનો આઇકોનિક અવાજ અને અનોખો અંદાજ દર વખતની જેમ દર્શકોને આકર્ષિત કરી રહ્યો છે.
14 એપ્રિલથી શરૂ થશે રજીસ્ટ્રેશન
જો તમે પણ કરોડપતિ બનવાનું સપનું જોઈ રહ્યા છો, તો તૈયાર થઈ જાઓ! KBC 17 માટે રજીસ્ટ્રેશન 14 એપ્રિલથી શરૂ થશે, અને આ શો ફરી એકવાર ટીવી સ્ક્રીન પર જ્ઞાન અને રોમાંચનો ડોઝ લઈને આવશે.




