કાશ્મીરમાં હિન્દુઓની હત્યામાં ખતરનાક રીતે થઈ રહેલા વધારાની વચ્ચે સરકારે શ્રીનગરમાં તૈનાત 177 કશ્મીરી પંડિત શિક્ષકોને ટ્રાંસફરના આદેશ આપ્યા છે. તેમને સુરક્ષિત જગ્યા પર ટ્રાંસફર આપ્યા છે. ગૃહમંત્રી અ્મિત શાહે કશ્મીરી પંડિત સમુદાય અને પ્રવાસી શ્રમિકોને ટાર્ગેટ બનાવીને કરવામાં આવેલા હુમલાને ધ્યાનમાં લેતા શુક્રવારે દિલ્હીમાં એક હાઈલેવલની બેઠક થઈ હતી. તેમણે કેન્દ્રશાસિત પ્રદેશમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી હતી. આ બેઠક બાદ કાશ્મીરી પંડિત શિક્ષકોને ટ્રાંસફરના આદેશ આપવામાં આવ્યા છે.
- Advertisement -
કાશ્મીરી પંડિતોની વેદના, દેખાવો કરવા લાગ્યા પંડિતો
પ્રધાનમંત્રીના વિશેષ પેકેજ અંતર્ગત કામ કરી રહેલા કશ્મીરી પંડિત મધ્ય કાશ્મીરમાં બડગામ જિલ્લાના ચદૂરા વિસ્તારમાં 12મેના રોજ આતંકવાદીઓ દ્વારા રાહુલ ભટ્ટની હત્યા બાદ ડરનો માહોલ છે. મોટા પાયે પલાયનની ધમકી આપતા વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ભટ્ટની હત્યા બાદ વિવિધ જગ્યા પર લગભગ 6000 કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. તેમને ઘાટી બહાર ટ્રાંસફરની માગ કરી હતી.
ગુરૂવારે કશ્મીરમાં બે લોકોના મોત થયા હતા. આપને જણાવી દઈએ કે, એક મેથી અત્યાર સુધી બેંક મેનેજર આંતકીઓના આઠમો અને મજૂર કાશ્મીરમાં નવમો શિકાર હતો.
જમ્મુના સાંબા જિલ્લાના રહેવાસી એક મહિલા શિક્ષિકાની મંગળવારે દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાની એક સ્કૂલમાં આતંકવાદીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. 18 મેના રોજ આતંકવાદી ઉત્તરી કાશ્મીરમાં બારામૂલામાં એક દારૂની દુકાનમાં ઘુસી ગયા હતા અને એક ગ્રેનેડ ફેંક્યું હતું. જેમાં જમ્મુ વિસ્તારમાંથી એક વ્યક્તિનું મોત થઈ ગયું હતું અને અન્ય ઘાયલ થઈ ગયા હતા.