ગાંધીનગર લોકસભા બેઠક પર ભારે લીડ સાથે ભાજપના અમિત શાહે જીત મેળવી છે.
ગાંધીનગરએ ગુજરાતનું પાટનગર સાથે જ ભાજપની મજબૂત ગણાતી બેઠક પૈકીની એક છે. અહીં ભાજપના પ્રતિષ્ઠત નેતાઓ ચૂંટણી લડેલી છે અને સારી લીડ સાથે જીતનાં ઝડા પણ રોપેલા છે. અહીં અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી અને હવે ફરીવાર અમિત શાહ જોરદાર લીડ સાથે આ બેઠક પર જીત મેળવી છે.
- Advertisement -
અમિત શાહના જીતનો ઈતિહાસ?
અમિત શાહ દેશના ગૃહમંત્રી છે. ગાંધીનગર લોકસભાથી બીજી વાર મેદાને ઉતર્યા છે. 2019માં અમિત શાહ 5 લાખથી વધુ મતની સરસાઈથી જીત્યા છે. ગૃહમંત્રી તરીકેના કાર્યકાળમાં અનેક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. કલમ 370 દૂર કરવાનો ઐતિહાસિક નિર્ણય તેમના કાર્યકાળમાં લેવાયો છે. અગાઉ રાજ્યસભા સાંસદ તરીકે રહ્યા અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષપદે રહ્યા છે.
કોણ છે સોનલ પટેલ?
- Advertisement -
કોંગ્રેસ સાથે વર્ષોથી જોડાયેલા છે. વ્યવસાયે આર્કિટેક્ટ છે તેમજ સંગઠનના અનેક હોદ્દાઓ ઉપર કામ કર્યું છે. પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ રહ્યાં અને નારણપુરા વિધાનસભાની ચૂંટણી લડી ચુક્યા છે.
2019નું પરિણામ
ભાજપ અમિત શાહ
પરિણામ જીત
કોંગ્રેસ ડૉ.સી.જે.ચાવડા
પરિણામ હાર
ગાંધીનગર બેઠકનો ઈતિહાસ
1967થી બેઠક અસ્તિત્વમાં આવી અને 1984 સુધી ચાર વાર ગાંધીનગરથી કોંગ્રેસની જીત થઈ. એક વાર ગાંધીનગર બેઠક ઉપર જનતા પાર્ટીની જીત અને 1989થી ગાંધીનગર બેઠક ભાજપનો ગઢ રહ્યો. પૂર્વ નાયબ પ્રધાનમંત્રી એલ.કે.અડવાણી ગાંધીનગરથી છ ટર્મ ચૂંટાયા
ગાંધીનગર લોકસભા બેઠકના સાસંદોની યાદી
વર્ષ – સાંસદનું નામ – પક્ષ
1952-6 બેઠક અસ્તિત્વમાં ન હતી
1967 – સોમચંદભાઈ સોલંકી- ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
1971 – સોમચંદભાઈ સોલંકી – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (O)
1977 – પુરુષોત્તમ માવલંકર – ભારતીય લોકદળ
1980 – અમૃત પટેલ – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (I)
1984 – જી.આઈ.પટેલ – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
1989 – શંકરસિંહ વાઘેલા – ભારતીય જનતા પાર્ટી
1991 – લાલકૃષ્ણ અડવાણી – ભારતીય જનતા પાર્ટી
1996 -અટલ બિહારી વાજપેયી (લખનૌ બેઠક જાળવી રાખી) – ભારતીય જનતા પાર્ટી
1996 – વિજયભાઈ પટેલ (પેટા ચૂંટણી) – ભારતીય જનતા પાર્ટી
1998 – લાલકૃષ્ણ અડવાણી – ભારતીય જનતા પાર્ટી
1999 – લાલકૃષ્ણ અડવાણી – ભારતીય જનતા પાર્ટી
2004 – લાલકૃષ્ણ અડવાણી – ભારતીય જનતા પાર્ટી
2009 – લાલકૃષ્ણ અડવાણી – ભારતીય જનતા પાર્ટી
2014 – લાલકૃષ્ણ અડવાણી – ભારતીય જનતા પાર્ટી
2019 – અમિત શાહ – ભારતીય જનતા પાર્ટી
ગાંધીનગર લોકસભામાં કઈ વિધાનસભા સમાવિષ્ટ?
ગાંધીનગર ઉત્તર
કલોલ
સાણંદ
ઘાટલોડિયા
વેજલપુર
નારણપુરા
સાબરમતિ
ગાંધીનગર બેઠકનું જ્ઞાતિ સમીકરણ
મોટેભાગે શહેરી મતદાર ધરાવતી બેઠક છે. ગાંધીનગર લોકસભામાં 79% જેટલા શહેરી મતદાર છે. દલિત મતદાર આશરે 11%થી વધુ છે તેમજ આદિવાસી મતદારનું પ્રમાણ 2% જેટલું છે. 2019માં અમિત શાહને મળેલા મત 69.67% મળ્યા હતાં
આ બેઠક પર કેટલું મતદાન નોંધાયું હતું ?
ગાંધીનગર બેઠક પર 58.81 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં દેહગામમાં 54.56 ટકા તો ગાંધીનગર સાઉથ પર 58.56 ટકા જ્યારે ગાંધીનગર નોર્થમાં 57.44 ટકા મતદાન થયું હતું. માણસામાં 57.95 ટકા તો કલોલમાં 65.22 ટકા મતદાન નોંધાયું હતું.