કેન્દ્રીય ગૃહ મંત્રી શાહ સોરઠમાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા
જૂનાગઢમાં દિવ્યકાંત નાણાવટીનું સ્મૃતિ ગ્રંથનું લોકાર્પણ કર્યું
- Advertisement -
અમિત શાહે સહ પરિવાર સોમનાથ મહેદવના દર્શન કર્યા
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ બે દિવસ ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા જેમાં વિવિધ કાર્યક્રમો ઉપસ્થિત રહ્યા હતા તેની સાથે સહ પરિવાર સોમનાથ મહાદેવના દર્શન કરીને પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું તેમજ પાંચ રાજ્યોની ચૂંટણીમાં વિજય ભવ સાથે સોમનાથ મહાદેવના દર્શન કરીને આશીર્વાદ લીધા હતા અને ત્યાર બાદ જૂનાગઢ ભવનાથ સ્થિત રૂપાયતન સંસ્થા દ્વારા યોજાયેલ દિવ્યકાંત નાણાવટી ભુલાય તે પેહલા સ્મૃતિ ગ્રંથનું લોકાર્પણ ગૃહ મંત્રી અમિત શાહના વરાદ હસ્તે કરવામાં આવ્યું હતું. પાંચ રાજ્યોની ચૂંટણી પૂર્ણ થયા બાદ સોરઠની બે દિવસ મુલાકાતે ગૃહ મંત્રી પધાર્યા હતા જેમાં ગીર સોમનાથ જિલ્લાના ચાંડુવાવ ગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા’માં ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ સવારે સહ પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન કરીને સોમનાથ મહાદેવને જળાભિષેક કરી સોમેશ્વર પૂજા, ધ્વજપૂજા તેમજ પાધપૂજા કરી મહાદેવના આશીર્વાદ લીધા હતા.
દિવ્યકાંતભાઈ નાણાવટી સમાજ માટે જીવતા હતા અને તેનું યોગદાન ખુબ મોટું રહ્યું છે આજે જે યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો છે ત્યારે દિવ્યકાંતભાઈ નાણાવટીએ સામાજિક જીવનના અનેક કાર્યો કર્યા છે ત્યારે દિવ્યકાંતભાઈએ કરેલા કામોને યાદ કર્યા અને રૂપાયતન સંસ્થા દ્વારા જે પુસ્તકનું આજે જે લોકાર્પણ થયું તેના થકી લોકોને સાહિત્ય ક્ષેત્રમાં ખુબ જ્ઞાન મળશે અને આજની પેઢીને ઘણું શીખવા અને જાણવા મળશે તેમ ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું જયારે આ કાર્યક્રમમાં રાજ્ય સભા સાંસદ પરિમલ નથવાણી, પૂર્વ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમા, નિરૂપમભાઈ નાણાવટી, રૂપાયત સંસ્થાના ઉપાધ્યક્ષ કમલેશ જોશીપુરા તેમજ પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી સહીત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
નરસિંહ મેહતાને યાદ કરતા – અમિત શાહ
જૂનાગઢ રૂપાયતન સંસ્થા દ્વારા યોજાયેલ એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને દિવ્યકાંત નાણાવટી ભુલાય તે પેહલા સ્મૃતિ ગ્રંથનું લોકાર્પણ અમિતભાઈ શાહે કર્યું હતું અને તેના ઉદ્દબોધનમાં ભક્ત કવિ નરસિંહ મેહતાને યાદ કર્યા હતા અને જણવ્યું હતું કે, નરસિંહ મેહતાએ પોતાનું આખું જીવન સાહિત્યને સમર્પિત કર્યું હતું એ સમયે અસ્પુર્સીતાની વાત માત્ર નરસિંહ મેહતા કરી શકે અને એના સિવાય કોઈ ન કરી શકે ત્યારે આ નરસિંહ મેહતાની ભૂમિમાં આવ્યો છું ત્યારે નરસિંહ મેહતાએ લોકોને ઘણું આપ્યું છે તેમાંથી કંઈક શીખવાની જરૂર છે.