ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
દેશના ગૃહમંત્રી અમિત શાહ સૌથી વધુ સમય સુધી સેવા આપનાર ગૃહમંત્રી બન્યા છે. તેમણે ભાજપના જ વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીજીનો રેકોર્ડ તોડ્યો છે, જેમણે 2256 દિવસથી વધુ સમય માટે આ પદ સંભાળ્યું હતું. અમિત શાહે 6 વર્ષ અને 65 દિવસ (2258 દિવસ) થી વધુ સમય સુધી ગૃહમંત્રી તરીકે કામગીરી કરીને આ સિદ્ધિ મેળવી છે.
ભાજપના અગ્રણી રાજુભાઈ ધ્રુવએ આ સિદ્ધિ બદલ અમિત શાહને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, જે ગાંધીનગર લોકસભા બેઠક પરથી લાલકૃષ્ણ અડવાણી સૌથી વધુ સમય માટે ગૃહમંત્રી રહ્યા હતા, તે જ બેઠક પરથી ચૂંટાઈને અમિત શાહે આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે, જે ભાજપ અને દેશ માટે ગર્વની વાત છે.



