કેન્દ્રીય ગૃહમંત્રાલયે મહારાષ્ટ્ર કેમિસ્ટ મર્ડર કેસની તપાસ એઆઈએને સોંપવાનો આદેશ આપ્યો છે.
મહારાષ્ટ્રના અમરાવતીમાં કેમિસ્ટની ઘાતકી હત્યા કેસની તપાસ હવે નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઈએ)ને સોંપાઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ કેસમાં એનઆઈએ તપાસનો આદેશ આપ્યો છે.
- Advertisement -
ગૃહમંત્રાલયે ટ્વિટ કરીને જાણકારી આપી
કેન્દ્રીય ગૃહમંત્રાલયે ટ્વિટ કરીને આ વાતની જાણ કરી હતી. ગૃહમંત્રાલય દ્વારા કરવામાં આવેલા ટ્વિટમાં એવું જણાવાયુ હતું કે 21મી જૂનના દિવસે અમરાવતીના કેમિસ્ટ ઉમેશ કોલ્હેની ઘાતકી હત્યા કેસની તપાસ ગૃહમંત્રાલયે એનઆઈએને સોંપવાનો આદેશ આપ્યો છે. કેમિસ્ટની હત્યા પાછળનું કાવતરુ, આતંકી સંગઠનોની સંડોવણી, આંતરરાષ્ટ્રીય સંબંધ વગેરેની ઊંડી તપાસ કરવામાં આવશે.
અમરાવતી પોલીસે ચાર લોકોની ધરપકડ કરી
મહારાષ્ટ્રના અમરાવતીમાં 22 જૂનના રોજ એક 50 વર્ષના શખ્સનું ગળુ કાપીને હત્યા કરી દેવામાં આવી હતી. જે બાદ અમરાવતી પોલીસે ચાર લોકોની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પીડિત શખ્સ મેડિકલ સ્ટોર ચલાવતો હતો અને તેને નૂપુર શર્માનું સમર્થન પણ કર્યું હતું. કહેવાય છે કે, હત્યા પાછળ આ જ કારણ હોઈ શકે છે. આ શખ્સે હાલમાં જ નૂપુર શર્માના સમર્થનમાં ફેસબુકમાં એક પોસ્ટ કરી હતી. પોલીસ સૂત્રોનું કહેવુ છે કે, ચારેય આરોપીઓએ જણાવ્યું છે કે, તેમણે આ ઘટના એક શખ્સના કહેવા પર કરી છે. હાલમાં પોલીસ માસ્ટર માઈન્ડની શોધ કરી રહી છે. તો વળી હત્યા બાદ આજૂબાજૂના લોકો પણ ભડકી ગયા હતા. લો એન્ડ ઓર્ડર ખરાબ ન થાય એટલા માટે પોલીસ આ મામલો વધારે બહાર આવવા દેતી નથી. પોલીસે પહેલા દિવસે એવું કહીને આ મામલો દબાવી દીધો હતો કે, આ આખી ઘટના લૂંટના મામસા પર છે, જેને લઈને NIA તપાસ કરવા માટે પહોંચી છે.
Maharashtra | Five people arrested in connection with the murder of an Amravati-based shop owner Umesh Kolhe, a local court has extended their Police custody till July 5th. pic.twitter.com/YbFzyOjuzy
- Advertisement -
— ANI (@ANI) July 2, 2022
શું છે આખો મામલો
મહારાષ્ટ્રના અમરાવતીમાં ગત અઠવાડીયે 22 જૂને એક વેપારીની હત્યાને લઈને ચર્ચા જોરશોરથી ચાલી હતી. જીવ ગુમાવનારા શખ્સની ઉંમર 50 વર્ષ હતી અને તે મેડિકલના સાધનોનો વેપાર કરતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આ શખ્સનું નામ ઉમેશ કોલ્હે છે. હુમલાખોરોએ કોલ્હે પર હુમલો કરીને ગળુ કાપી નાખ્યું હતું.



