મુંબઈથી લેહ સુધીની સફર દર્શાવાઈ
ડોક્યુમેન્ટ્રી દ્વારા બાઇકિંગ વિશે જાગૃતિ ફેલાવવાનો તેમજ તંદુરસ્ત બાઇકિંગની આદતોને પ્રોત્સાહન આપવાનો
- Advertisement -
અમિત સાધએ પોતાના શાનદાર અભિનયથી દર્શકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. અભિનેતાએ ’કે પો છે’, ’સુલતાન’, ’સુપર 30’ જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. અમિત સાધ હવે તેના આગામી પ્રોજેક્ટની તૈયારી કરી રહ્યા છે. અભિનેતાએ તાજેતરમાં તેની આગામી ડોક્યુમેન્ટ્રી ’મોટરસાઇકલ સેવ્ડ માય લાઇફ’નું ટ્રેલર રિલીઝ કર્યું છે, જે તેની મુંબઈથી લેહ સુધીની બાઇકની મુસાફરી દર્શાવે છે. ડોક્યુમેન્ટ્રી દ્વારા અભિનેતાનો હેતુ બાઇકિંગ વિશે જાગૃતિ ફેલાવવાનો તેમજ તંદુરસ્ત બાઇકિંગની આદતોને પ્રોત્સાહન આપવાનો છે.
View this post on Instagram- Advertisement -
અમિત સાધે સોશિયલ મીડિયા પર ’મોટરસાઇકલ સેવ્ડ માય લાઇફ’નું ટ્રેલર રિલીઝ કર્યું છે. ટ્રેલરમાં તેની મુંબઈથી લેહ સુધીની બાઇકની મુસાફરી બતાવવામાં આવી છે. તેણે કેપ્શનમાં લખ્યું, ’તમારો આંતરિક અવાજ ચાલુ રાખો, કારણ કે આ સમય તમારા આત્માનો પીછો કરવાનો છે. ભારતને જોવા માટે તૈયાર થાઓ, મારું હૃદય, મારી આંખો દ્વારા મારી પ્રેરણા, જ્યાં પવન સ્વતંત્રતાના ગીતો ગાય છે અને પર્વતો સપનાને પોષે છે. મારી આવનારી ડોક્યુમેન્ટરીની એક ઝલક, મારી સાથે એવા પ્રવાસમાં જોડાઓ જ્યાં ગંતવ્ય આત્મા છે. મોટરસાઇકલ સેવ્ડ માય લાઇફ ટૂંક સમયમાં આવી રહી છે.
અમિત સાધના આગામી પ્રોજેક્ટના ટ્રેલરે ચાહકો અને સેલિબ્રિટીઓને આશ્ચર્યમાં મૂકી દીધા છે. યૂઝર્સથી લઈને સ્ટાર્સ તેમના આ બોલ્ડ પ્રયાસના વખાણ કરી રહ્યા છે. શિલ્પા શેટ્ટી, અભિષેક બચ્ચન સહિત ઘણી હસ્તીઓએ તેમની ડોક્યુમેન્ટ્રીનું ટ્રેલર જોયા બાદ સકારાત્મક પ્રતિક્રિયાઓ આપી છે.
View this post on Instagram
ભારતના સાંસ્કૃતિક વારસાને સમજવા માટે અમિત સાધ 25મી ઓગસ્ટે મોટરસાઈકલ પર ભારતની યાત્રાએ નીકળ્યા હતા. તેણે આ યાત્રા અમદાવાદ, જોધપુર, દિલ્હી, ચંદીગઢ, જમ્મુ, શ્રીનગર, સોનમાર્ગ, થિયોગ, સાંગલા, કાઝા, જસ્પા, પ્રુને, પદુમ થઈને બાલાસિનોર થઈને લેહ લદ્દાખ પહોંચીને પૂર્ણ કરી. મુંબઈથી શરૂ થયેલી તેમની યાત્રા 25 સપ્ટેમ્બરે પૂરી થઈ હતી. અમિત સાધે ડોક્યુમેન્ટ્રી માટે 30 દિવસમાં 5,288 કિલોમીટરનું અંતર કાપ્યું હતું.