ખાસ-ખબરનો વિશેષ અહેવાલ (ભાગ:1)
ભાજપ પ્રદેશ પ્રમુખના નિયમોનો પ્રમુખના દાવેદાર મહિલા ઐસી-તૈસી કરવા તૈયાર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.17
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તૈયારી તેજ થઈ ચૂકી છે જેમાં સ્થાનિક સ્વરાજ સાથે તાલુકા અને જિલ્લા પંચાયતોની ચૂંટણી હોવાથી હવે રાજકીય પક્ષો દરેક મુદ્દાને લોકો સમક્ષ મૂકી વધુને વધુ મતદારોને રિઝવવા માટે મથામણ કરી રહ્યા છે. આ તમામ વચ્ચે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા ચૂંટણી લડવા માટેના કેટલાક નિયમો બહાર પાડ્યા હતા જેમાં ત્રણ ટર્મ ચૂંટણી લડીને પ્રતિનિધિત્વ કરનારને ટિકિટ આપવાનો સ્પષ્ટ ઇનકાર કરાયો હતો જ્યારે પ્રદેશ પ્રમુખના આ પ્રકારના નિયમોને લઈ ધ્રાંગધ્રામાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. પ્રદેશ પ્રમુખના આ નિયમથી ધ્રાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ બનવા ઇચ્છુક મહિલા લગભગ ટિકિટથી વંચિત રહી જાય તેવા પણ એંધાણ નજરે પડે છે. જોકે વર્તમાન ટર્મમાં જ મહિલાને ટિકિટ મળી શકે તેવી કોઈ શક્યતા નજરે પડતી ન હતી પરંતુ પોતાના સમાજ અને રાજકીય પારિવારિક સંબંધોના જોરે ટિકિટ હાંસલ પણ થઈ અને અઢી વર્ષ માટે નગરપાલિકામાં મહત્વના હોદ્દા પર પણ રાખવામાં આવ્યા હતા પરંતુ હજુય આટલાથી પેટ ભરાયું ન હોય આવનારી ટર્મ સામાન્ય મહિલા પ્રમુખની સીટ હોવાથી પ્રમુખ બનવાના અભરખા જાગતા ટિકિટ માટે ધમપછાડા કરવાના શરૂ કર્યા છે આ સાથે મહિલાના પરિવારજનો તો નગરપાલિકાના પ્રમુખ બનવા માટે પ્રદેશ પ્રમુખના દરેક નિયમોને ઐસી-તૈસી કરવાના પણ જાહેરમાં નિવેદનો કરતા નજરે પડે છે. તેવામાં હવે પ્રમુખ બનવાના અભરખા રાખતા મહિલાને ટિકિટ મળશે કે કદ પ્રમાણે વેતરી કોઈ નવા ઉમેદવારને મહિલાને મેદાને ઉતરશે (ક્રમશ:)



