ધનશ્રી વર્મા સાથે છૂટાછેડાની અફવાઓ વચ્ચે યુઝવેન્દ્ર ચહલનું નામ આરજે મેહવિશ સાથે જોડવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર દરેક વ્યક્તિ સવાલ કરી રહી છે કે બંને વચ્ચે કેવા સંબંધ છે. આ દરમિયાન આરજે મહવશનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.
આરજે મહવશે ડેટિંગ લાઈફને લઈને એક વીડિયો શેર કર્યો
જ્યારથી યુઝવેન્દ્ર ચહલ અને આરજે મહવેશ ICC ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચમાં સાથે જોવા મળ્યા હતા, ત્યારથી તેઓ તેમના ડેટિંગના સમાચારોને લઈને ચર્ચામાં છે. રિલેશનશિપની ચર્ચા વચ્ચે હવે આરજે મહવશે ડેટિંગ લાઈફને લઈને એક વીડિયો શેર કર્યો છે, જેના પર લોકો તરફથી અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે.
- Advertisement -
View this post on Instagram
કેવા લોકોને ડેટ કરવું જોઈએ એ જણાવ્યું આરજે મહવશે
- Advertisement -
આ વીડિયોમાં આરજે કહી રહી છે કે, ‘કેવા લોકોને ડેટ કરવું જોઈએ અને કોને ન કરવું જોઈએ? જો તમે જાડા, પાતળા, ઊંચા, નીચા, અંગ્રેજી બોલતા, હિન્દી બોલતા, અમીર, ગરીબ અથવા જીમમાં જનાર વ્યક્તિને ડેટ કરવા માંગતા હોવ તો તે તમારી પસંદગી છે.’
તમારા પાર્ટનરની સરખામણી અન્ય વ્યક્તિ સાથે ન કરો
આરજે મહવશે આગળ કહ્યું, ‘તમારા ટાઈપની કોઈ વ્યક્તિને ડેટ કરો. પરંતુ તમારા ટાઈપથી અલગ વ્યક્તિ સાથે ડેટિંગ કર્યા પછી તેને નાનપનો અનુભવ ન કરાવો. તમારા પાર્ટનરની સરખામણી અન્ય છોકરાઓ અને છોકરીઓ સાથે ન કરો.’
આરજે મહવશે એક ઉદાહરણ આપતા સમજાવ્યું કે,
‘તમારા જીવનસાથી સાથે કેફે જઈને અન્ય છોકરાઓ અને છોકરીઓને ચેકઆઉટ કરવું શરમજનક છે. આ નાની વાત લાગે છે પણ ગધેડા જેવું વ્યક્તિ આવી હરકત કરીને તમારા આત્મવિશ્વાસને જીવનભર માટે ઘટાડી દે છે.’
ધનશ્રી પર નિશાન સાધ્યું
લોકો આરજે મહવશના આ વીડીયો પર કોમેન્ટ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે તે ચહલને ડેટ કરવા પર આડકતરી રીતે પોતાનો અભિપ્રાય આપી રહી છે. આ સાથે જ ઘણા લોકોનું કહેવું છે કે આરજે મહવશ ધનશ્રી પર પણ નિશાન સાધી રહી છે.
ICC ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચ સાથે દેખાયા બાદથી અફવા શરુ
આરજે મહવશ અને યુઝવેન્દ્ર પ્રથમ વખત વર્ષ 2024માં ક્રિસમસ સેલિબ્રેશનમાં સાથે જોવા મળ્યા હતા. ત્યારથી બંને રિલેશનશિપમાં હોવાની ચર્ચા છે. હાલમાં જ દુબઈ સ્ટેડિયમમાં બંનેને એકસાથે મેચ એન્જોય કરતા જોઈને તેમના સંબંધોને સમર્થન માનવામાં આવી રહ્યું છે.