રોડ ન બને તો થશે વિસાવદરવાળી : આપના સહપ્રભારી કિશોર ધાખડા
વિકાસનાં વચનો હવામાં, નગરપાલિકા સામે શહેરીજનોમાં રોષ ઉફાળ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
- Advertisement -
રાજુલા શહેરમાં છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તાઓની અતિ દયનીય હાલત બની ગઇ છે. અહીં આ રોડ પરથી પસાર થતા શહેરીજનો અને રાહદારીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેવી વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. રાજુલા શહેરના કનુભાઈ લહેરી માર્ગ, ટાવર ચોક,એસટી બસ સ્ટેન્ડ વિસ્તાર, જાફરાબાદ રોડ સહિત અનેક વિસ્તારોમાં રોડ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. અને ઠેરઠેર રસ્તાઓ પર મસમોટા ખાડાઓ પડી હોવાથી શહેરીજનો બિસ્માર રોડ પરથી પસાર થવા મજબૂર બન્યા છે. હજારોની સંખ્યામાં અહીં રસ્તાઓ પરથી શહેરીજનો , રાહદારીઓ પસાર થતાં હોય છે. અને રોડ બિસ્માર હોવાથી વાહનો ડીસકો કરતા- કરતા ચાલે છે. પંચાયત થી લઈ પાર્લામેન્ટ સુધી શાસન પક્ષની સત્તા છે રાજુલામા નગરપાલિકા પણ ભારતીય જનતા પાર્ટી શાસિતની નગરપાલિકા છે. પરંતું હજુ સુધી કોઈ શહેર માટે વિકાસ કરવામાં આવ્યો નથી. માત્ર કહેવા ખાતર કામો કરવામાં આવી રહ્યા છે. હાલમાં કોઇ પણ આ રાજુલા શહેરની ભાળ લેય તેમ છે નહીં. રાજુલા શહેર કફોડી હાલત બની ચુકી છે. અગાઉ જ્યારે કોંગ્રેસ શાસિત નગરપાલિકા હતી ત્યાંરે અહીં આજ પાર્ટીના લોકો વિરોધ કરતા હતાં કે હતા કે આવા પ્રકારનું કામ નહીં થાય. ત્યારે નગરપાલિકાની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ વિજ્ય મેળવ્યો હતો. ત્યારે હાલમાં ભાજપ શાસિત નગરપાલિકાને 10 મહિના જેટલો સમય થવા આવ્યો છે પરંતુ રાજુલા શહેરની સ્થિત ત્યાં ને ત્યાં જ છે અને દિવસે ને દિવસે શહેરની કફોડી હાલત થતી જાય છે. રાજુલા શહેરમાં રોડ- રસ્તાની બિસ્માર હાલતને લઈ શહેરીજનોમાં પણ રોષ ફેલાયો હતો. શું આ બિસ્માર રોડ નગરપાલિકાને ધ્યાને આવતો નહીં હોય શું આવી જ પરિસ્થિતિ રાજુલાની રેહશે સહિત વિવિધ સવાલો ઉઠી રહ્યાં છે. બીજીતરફ રાજુલા શહેર અનેક વિકાસથી વંચિત છે. રાજુલા શહેરમાં રોડ- રસ્તાઓ તથા સ્ટ્રીટ લાઇટ સહિત વિવિધ સફાઇ કામગીરીઓના પ્રશ્નો ઉદ્દભવી રહ્યા છે. ત્યારે નગરપાલિકા દ્વારા આગામી સમયમાં શહેરીજનો માટે વિકાસલક્ષી કામો કરવામાં આવે અને શહેરને સમસ્યાઓ માંથી મુક્તિ મળે તેવા પ્રયત્નો કરવાં જોઈએ. ત્યારે હવે જોવાનુ રહ્યું કે નગરપાલિકા દ્વારા શહેરમાં બિસ્માર રોડ- રસ્તાઓનુ યોગ્ય રીતે સમારકામ કરવામા આવે તેવી માંગ ઉઠી છે. આ બાબતે આમ આદમી પાર્ટીના 98 – વિધાનસભાના સહ પ્રભારી કિશોરભાઈ ધાખડાએ જણાવ્યું હતું કે, રાજુલા શહેરમાં બિસ્માર રસ્તાઓને કારણે શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા છે. અને જયા જુઓ ત્યાં બિસ્માર ખાડાઓ જ પડી ગયાં છે. અહીં આવી વિકટ પરિસ્થિતિ શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા છે જેથી નગરપાલિકા સામે પણ રોષ વ્યક્ત કર્યો હતો. નગરપાલિકા દ્વારા રોડનું સમારકામ કરવામાં આવે નહીં તો વિસાવદર વાળી રાજુલામાં થશે. આખરે હવે નગરપાલિકા દ્વારા રોડનું વહેલી તકે સમારકામ કરવામાં આવે તેવી માંરી શહેરજનો વતી
માંગણી છે.



