ભારત અને માલદીવના સંબંધોમાં છેલ્લા કેટલાક દિવસથી તણાવ જોવા મળી રહ્યો છે. હવે આ વિવાદની વચ્ચે ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે માલદીવના વિદેશ મંત્રી મૂસા જમીરની સાથે મુલાકાત કરી હતી. આમુલાકાત ગુરૂવારના યૂગાંડાના કંપાલામાં યોજાઇ હતી. બંન્ને નેતા કંપાલામાં ગુટ નિરપક્ષ સંમેલ્લનમાં ભાગ લેવા પહોંચ્યા હતા.
વિદેશ મંત્રી એસ જયશંકરે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું કે, બંન્નેની વચ્ચે સમગ્ર ઘટનાઓ પર વાતચીત થઇ. ભારતીય વિદેશ મંત્રીએ પોસ્ટમાં લખ્યું કે, કંપાલામાં માલદીવના વિદેશ મંત્રી મૂસા જીમરને મળ્યા. બંન્ને દેશોના સંબંધઓ પર ખુલીને વાતચીત કરી, સાથે જ ગુટ નિરપેક્ષ સંમેલ્લનથી સંબંધિત મુદા પર પણ વાતચીત થઇ.
- Advertisement -
Maldivian foreign minister meets EAM Jaishankar, exchanges views on withdrawal of Indian military personnel
Read @ANI Story | https://t.co/W1SR2H4IRe#India #Maldives #NAMSummit #Kampala pic.twitter.com/WrXhowBDez
— ANI Digital (@ani_digital) January 18, 2024
- Advertisement -
ભારતીય સેનાની વાપસીના આ મુદા પર વાતચીત થઇ
માલદીવના વિદેશ મંત્રી મૂસા જમીરે પણ આ મુલાકાતને લઇને સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી છે. તેમણે લખ્યું કે, ગુટ નિરપેક્ષ સંમેલ્લનમાં યૂંગાડામાં ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મળીને ઘણી ખુશી થઇ. અમે માલદીવ સાથે ભારતીય સેનાની વાપસીના મુદા પર ચાલી રહેલી ઉચ્ચ સ્તરની ચર્ચા પર પોતાના વિચાર રાખ્યા. સાથે જ માલદીવમાં ચાલી રહેલી વિકાસ પરિયોજનાઓને જલ્દી જ પૂર્ણ કરવા અને સાર્ક અને ગુટ નિરપેક્ષ સભ્યના રૂપે સહયોગ આપવાના મુદા પર વાત કરી.