ખાસ-ખબર સંવાદદાતા
જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેની હત્યા વચ્ચે હવે સિંગાપોરના વડાપ્રધાનને પણ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. ધમકી આપનાર શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે.
સિંગાપોરના વડાપ્રધાન લીસી લૂંગ વિરુદ્ભ એક શખ્સે ફેસબૂક પર વાંધાજનક પોસ્ટ મુકી હતી. જેમાં વડાપ્રધાનની હત્યાની ધમકી આપવામાં આવી હતી. પોલીસે તાબડતોડ તપાસ કરીને ફેસબૂક પોસ્ટ મુકનાર શખ્સની ધરપકડ કરી લીધી હતી અને તેની પાસેથી એક લેપટોપ, ચાર મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા હતા. હિંસા માટે ભડકાઉ પોસ્ટ મુકનારા શખ્સ દોષિત ઠરે તો તેને પાંચ વર્ષ સુધી જેલ સજાની જોગવાઈ છે.
શિન્ઝો આબેની હત્યા વચ્ચે હવે સિંગાપોરના વડાપ્રધાનને ધમકી
