પોરબંદર સખી વન સ્ટોપ સેન્ટરની સરાહનીય કામગીરી
સખી વન સ્ટોપ સેન્ટરનો કોણ લાભ લઈ શકે ?
પોરબંદરમાં સરકારી ભાવસિંહજી હોસ્પિટલ સામે ભુતનાથ મહાદેવના મંદિરની પાછળ સખી વન સ્ટોપ સેન્ટર કાર્યરત છે. સખી વન સ્ટોપ સેન્ટર યોજનામાં જાહેર સ્થળ, ખાનગી સ્થળ કે કુટુંબ સ્થળ પર કોઈપણ પ્રકારની હિંસાનો ભોગ બનેલ મહિલાઓ આ સેન્ટરનો લાભ લઈ શકે છે.
- Advertisement -
જિલ્લા કલેકટર કે.ડી. લાખાણીના માર્ગદર્શન હેઠળ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા 24 કલાક કાર્યરત છે સખી વન સ્ટોપ સેન્ટર
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર સખી વન સ્ટોપ સેન્ટરમાં છેલ્લા સાડા પાંચ વર્ષમાં નોંધાયેલ 939 માંથી ઘરેલુ હિંસાના 748 કેસોનું સુખદ સમાધાન કરાયું છે. અન્ય જિલ્લા અને અન્ય રાજ્યો માંથી ભૂલા પડીને પોરબંદરમાં આવેલ 71 મહિલાઓનું સંસ્થાઓમાં આશ્રય આપવા તેમજ પરિવાર સાથે પૂન:મિલન કરાવ્યું છે. જિલ્લા કલેકટર કે.ડી. લાખાણીના માર્ગદર્શન હેઠળ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા 24 કલાક સખી વન સ્ટોપ સેન્ટર કાર્યરત છે.
પોરબંદર જિલ્લામાં 26 ફેબ્રુઆરી 2019 થી સખી વન સ્ટોપ સેન્ટર કાર્યરત છે. કલેક્ટર કે.ડી. લાખાણીના માર્ગદર્શન હેઠળ પીડિત મહિલાઓને તમામ પ્રકારની સેવા પૂરી પાડવામાં આવી રહી છે. જિલ્લા મહિલા અને બાળ અધિકારી હંસાબેન ટાઢાણીની સતત દેખરેખ હેઠળ કાર્યરત સખી વન ટોપ સેન્ટરમાં દર મહિને પીડિત બહેનોને લાભ આપવામાં આવે છે. ગત વર્ષ 26,02,2019 થી 30 જુલાઈ 2024 સુધીમાં કુલ 939 કેસો નોંધાયા છે. જેમાં 748 ઘરેલુ હિંસાના કેસો નોંધાયા છે. અને 71 ભૂલા પડેલ મહિલાના કેસો નોંધાયા હતા. બે જાતીય સતામણીના અને 118 અન્ય કેસો નોંધાયા છે. જેમાંથી કુલ 930 કેસોનું સમાધાન કરવામાં આવ્યું છે. જેમાંથી 69 કેસોને રિફર કરવામાં આવ્યા છે. સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક રાજીબેન સોલંકી દ્વારા જણાવવામાં આવ્યું છે.
- Advertisement -
વર્ષ 2018-19માં કુલ 10 કસો માંથી ઘરેલુ હિંસાના પાંચ અને અન્ય પાંચ કેસો હતા. વર્ષ 2019-20માં 130 કેસ માંથી ઘરેલુ હિંસાના 106 કેસો હતા. ભૂલા પડેલ મહિલાના નવ કેસો તેમજ જાતીય સતામણીનો એક કેસ અન્ય 14 કેસો હતા. જેમાં 111નું સમાધાન અને 19 કેસોને રિફર કરાયા હતાં. વર્ષ 2020-21 માં કુલ 130 કેસો માંથી ઘરેલુ હિંસાના 99, અને ભૂલા પડેલ મહિલા 8 અન્ય 23 કેસો નોંધાયા હતાં. જેમાંથી 108નું સમાધાન અને 22 કેસોને રીફર કરાયા હતા. વર્ષ 2021-22 માં કુલ 172 કેસો નોંધાયા હતા. ઘરેલુ હિંસાના 135, ભૂલા પડેલા મહિલાઓના 12, અન્ય 25માંથી 162 કેસનું સમાધાન અને 10 કેસોને રિફર કરવામાં આવ્યા હતા. વર્ષ 2022-23માં કુલ 215માંથી ઘરેલુ હિંસાના 181, ભૂલા પડેલા મહિલાઓના 17, અન્ય 17 કેસ આવ્યા હતા. જેમાંથી 206નું સમાધાન, નવ કેસને રીફર કરાયા હતા. વર્ષ 2023-24 માં નોંધાયેલ કુલ 211 માંથી 166 ઘરેલુ હિંસાના અને 18 ભૂલા પડેલા મહિલાઓના, એક જાતીય સતામણીનો તેમજ અન્ય 26 અન્ય કેસો નોંધાયા હતા. જેમાંથી 198 નું સમાધાન અને 5 કેસોને અન્ય સ્થળે રિફર કરાયા હતા. ચાલુ વર્ષેની વાત કરવામાં આવે તો ચાલુ વર્ષે 2024-25 માં 30 જુલાઈ સુધીમાં કુલ 71 કેસો નોંધાયા છે. જેમાં ઘરેલુ હિંસાના 56 અને ભૂલા પડેલા મહિલાઓના 7 અન્ય 8 કેસો નોંધાયા છે. જેમાં 54 કેસનું સમાધાન કરાયું છે.