સ્પેનના વહાણવટી ક્રિસ્ટોફર કોલંબસે અનાયાસે ઇસ 1492 માં અમેરિકા ખન્ડ ની શોધ કરી. ત્રણ વાહનોનો કાફલો લઈને નીકળેલા કોલંબસ મૂળતો ભારત આવવાનો ટૂંકો રસ્તો ખોજવા નીકળ્યો હતા.પૃથ્વી ગોળ છે એ માન્યતાના આધારે એમણે વિચાર્યું કે જો હું ઉત્તર માંથી સફર કરીશ તો નીચે દક્ષિણમાં પહોંચી જઈશ. કોલંબસ જીવ્યો ત્યાં સુધી એને એ વાત ની જાણ જ ના થઇ કે એણે ભારત આવવાનો ટૂંકો રસ્તો નહિ પણ એક નવોજ દેશ ખોજ્યો હતો. ઇન્ડિયા ની મેં શોધ કરીછે એવું માનીને કોલંબસે અમેરિકાના મૂળ વતનીઓને રેડ ઇન્ડિયનનોને તરીકે ઓળખાવ્યા. યુરોપ અને ગ્રેટ બ્રિટનના લોકોને જેવી જાણ થઇ કે એક નવો દેશ શોધાયેલો છે, જ્યાં ખેતીવાડી માટે અફાટ જમીનો છે, જમીનો એના ભૂગર્ભ માં ખનીજોથી ભરેલી છે, એ દેશ માં કોઈ રાજા કે ધર્મગુરુ નથી, એમાં પ્રવેશતા કોઈ એમને રોકટોક કરે એમ નથી આથી એમણે એ નવા ખોજાયેલા દેશ ભણી દોટ મૂકી. આમ પણ તેઓ એમના રાજાઓ અને ધર્મગુરુઓની યાતનાઓથી ત્રાસી ગયા હતા. એમને ખૂબ રંજાડવામાં આવતા હતા એટલે પણ યુરોપ અને ગ્રેટ બ્રિટનના લોકોએ પોતાનો દેશ છોડીને એ નવા ખોજાયેલા દેશમાં જવાનું પસંદ કર્યું. યુરોપ અને ગ્રેટ બ્રિટનના લોકોએ અમેરિકા માં જઈને પોત પોતાની કોલોનીઓ સ્થાપી આમ છતાં ગ્રેટ બ્રિટને એમની સત્તા જતી ના કરી અને એ બધીજ કોલોનીઓ ઉપર એમણે પોતાનો હક જમાવ્યો અમેરિકામાં સ્થપાયેલી કોલોનીઓ ઉપર ગ્રેટ બ્રિટને એમનું વર્ચસ્વ જમાવ્યું એમના ઉપર જાત જાતના ટેક્સ નાખ્યા.
એ કોલોનીઓના વસાહતીઓ ત્રાસી ગયા. આખરે અમેરિકામાં સ્થપાયેલ કોલોનીમાંની તેર કોલોનીઓ ભેગી થઇ અને એમણે ગ્રેટ બ્રિટનની સત્તા એમના ઉપરથી હટાવી દેવાનું અને પોતે સ્વતંત્ર થવાનું વિચાર્યું. આવું વિચારીને આ તેર કોલોનીઓએ એક ઢંઢેરો તૈયાર કર્યો જેમાં તેઓ એકત્ર થાય છે અને ગ્રેટ બ્રિટનની હકૂમત સ્વીકારતા નથી અને પોતાની જાતને સ્વતંત્ર જાહેર કરે છે એવું જણાવવામાં આવ્યું. ઇસ 1776 ના જુલાઈ મહિનાની 4થી તારીખે આ ઢંઢેરા ઉપર ડીક્લેરેશન ઓફ ઇન્ડિપેન્ડન્સ તરીકે ઓળખવામાં આવ્યું છે એની ઉપર આ તેર કોલોનીઓના હર્તાકર્તાઓએ સહી કરી અને એ દિવસને એમણે પોતાનો સ્વતંત્રતા નો દિવસ જાહેર કર્યો ગ્રેટ બ્રિટનને આ મુદ્દલે ગમ્યું નહિ, એમણે આનો વિરોધ કર્યો, યુદ્ધો પણ ખેલાયા, પણ અમેરિકામાં સ્થપાયેલ કોલોનીઓએ 4થી જુલાઈ 1776 પછી ગ્રેટ બ્રિટનનની એમના ઉપર જે હકૂમત હતી એ ફગાવી દીધી અને પોતાને જે સ્વતંત્ર જાહેર કર્યા હતા, એ સ્વતંત્રતા કાયમની રાખી. આજે અમેરિકાના પચાસ રાજ્યો છે, એ સર્વે એકત્ર છે. એ પચાસ રાજ્યોનો અમેરિકા દેશ બનેલો છે, અને એમણે એમની સ્વત્રંતા, જે તેર કોલોનીઓએ 4થી જુલાઈ 1776માં જાહેર કરી હતી એ સ્વતંત્રતા, અખંડ રાખી. આજે અમેરિકા વિશ્વનો એક સ્વતંત્ર દેશ છે. એણે ખૂબ ખૂબ પ્રગતિ કરી છે.
- Advertisement -
એ વિશ્વનો પ્રથમ નંબરનો દેશ ગણાય છે, વિશ્વના બધાજ લોકો અમેરિકા જવાની, ત્યાં રહેવાની ઈચ્છા સેવે છે. લગભગ વિશ્વની દરેકે દરેક વ્યક્તિ જેને અમેરિકા વિશેની જાણકારી છે એ અમેરિકન સ્વપ્નાં સેવે છે. પરદેશીઓ અમેરિકા માં આવેલ ડિઝની વર્લ્ડ યુનિવર્સલ સ્ટુડિયો, હોલીવુડ, સ્મિથ સોમિયાન મ્યુઝિયમો, ગ્રાન્ડ કેન્યન ના પહાડો અને ખીણો, લાસ વેગાસ ના કસીનો, બ્રોડવે ના નાટકો, વોલ સ્ટ્રીટ માં થતી શેરની લે વેચની ઉથલપાથલો, જોવાની ઈચ્છા ધરાવે છે. વિદ્યાર્થીઓ અમેરિકાની યુનિવર્સીટીમાં ભણવા ચાહે છે. ગ્રેજ્યુએટો ત્યાંની કંપનીઓમાં નોકરી કરવા ઈચ્છે છે. બિઝનેસમેનો અંતર કમ્પની ટ્રાંસફરિ તરીકે ત્યાં જઈને બિઝનેસ કરવા માંગે છે, ધર્મગુરુઓ એમના ધર્મનો ફેલાવો કરવા અમેરિકામાં પ્રવેશવા ઈચ્છે છે. કલાકારો તેમજ નાટ્યકારો એમની કલાનું પ્રદર્શન અમેરિકામાં અમેરિકનો ની સામે કરવા ચાહે છે. અમેરિકાનું નાગરિકત્વ પ્રાપ્ત થાય એ હેતુથી અનેક માતાઓ એમના સંતાનો ને અમેરિકાની ધરતી ઉપર જન્મ આપે છે. આજના કોમ્પ્યુટર યુગ માં દરેકે દરેક કોમ્પ્યુટર નિષ્ણાત સિલિકોન વેલી માં જવાની ઈચ્છા ધરાવે છે. આ બધી ઈચ્છાઓ જો કાયદેસર પરિપૂર્ણ ના કરી શકાય તો પરદેશીઓ લાખો રૂપિયા ખર્ચીને તેમજ જાનના જોખમે અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસે છે. આવા આ દેશ અમેરીકાનો 4થી જુલાઈ ઇનડિપેન્ડન્સ ડે છે અને ત્યારે આખું અમેરિકા નાચે છે, કુદે છે, હરખાય છે. એકબીજાને અભિનંદન આપે છે.