– મફત ઇલાજ, રસી, તપાસ બંધ થશે
કોરોના વાઇરસને લઇને અમેરિકા મોટા પગલાં ભરવાની તૈયારીમાં છે. વ્હાઇટ હાઉસ તરફથી કહેવામાં આવ્યું છે કે કોરોના સંક્રમણના પ્રસારને રોકવા માટે દેશમાં મોટા પ્રમાણમાં મહામારી ઉપાયોને લાગુ કરાયાને લગભગ ત્રણ વર્ષ વીતી ગયા બાદ અમેરિકા 11 મેના રોજ કોરોના ઇમરજન્સી આદેશો સમાપ્ત કરવાની તૈયારીમાં છે.
- Advertisement -
વર્ષ 2020માં તત્કાલીક અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે કોરોના નેશનલ ઇમરજન્સી અને પબ્લીક હેલ્થ ઇમરજન્સીને હાલના રાષ્ટ્રપતિ જો બાઇડને વધારી પણ હતી અને તેના કારણે લાખો અમેરિકનોને મફતમાં પરીક્ષણ, વેકસીન અને ઇલાજ મળી રહ્યો હતો.
વ્હાઈટ હાઉસે જણાવ્યું હતું કે આ કોરોના ઇમરજન્સી સમાપ્ત કરી દેવાશે. હાલ તેને 11 મે સુધી વધારાઇ છે. હાલ અમેરિકામાં કોરોનાના કેસોમાં ઘટાડો ચાલુ છે. સંબંધિત મૃત્યુની સંખ્યા હજુ પણ પ00થી વધુ છે.