નવ મહિલાઓ-બાળકીઓના જાતીય શોષણનો આરોપ હતો
ખાસ-ખબર સંવાદદાતા
અમેરિકાના વિખ્યાત ગાયક અને ગીતકાર આર. કેલીને નવ મહિલાઓ અને બાળકીઓના જાતીય શોષણના ગુનામાં 30 વર્ષની જેલ થઈ હતી. બૂ્રકલિન ડિસ્ટ્રિક્ટ કોર્ટે 45 સાક્ષીઓના નિવેદનના આધારે ગાયકને સજા ફટકારી હતી. અમેરિકન પોપ સિંગર આર. કેલી સામે 20 વર્ષથી જાતીય શોષણના કેસ ચાલતા હતા. 55 વર્ષના સિંગરે તેની લોકપ્રિયતાનો દૂરૃપયોગ કરીને મહિલાઓ, બાળકીઓનું જાતીય શોષણ કર્યું હતું. એટલું જ નહીં, એ સેક્સ ટ્રાફિકિંગમાં પણ સપડાયેલો હતો. આઠ મહિલાઓ અને બાળકીઓને આ સિંગરે સેક્સ ટ્રાફિકિંગમાં ધકેલી હતી.
- Advertisement -
બૂ્રકલીન ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેસ ચાલતો હતો. 45 સાક્ષીઓએ સિંગરની વિરૃદ્ધમાં નિવેદનો આપ્યા હતા. પુરાવાઓને આધારે કોર્ટે સિંગરને 30 વર્ષની સજા ફટકારી હતી.હજુ આ સિંગર સામે શિકાગોમાં જાતીય શોષણ અને સેક્સ ટ્રાફિકિંગનો કેસ ચાલી રહ્યો છે. 2008માં કેલી અને તેના બે સાગરિતો સામે પોર્નોગ્રાફી ટેસ્ટમાં હેરાફેરીનો આરોપ લાગ્યો હતો.