આઇસીસીએ 2024માં રમાનારા ટી20 વર્લ્ડ કપ માટે ઘણા નિયમો સ્પષ્ટ કરી દીધા છે.
ટૂર્નામેન્ટની યજમાની અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝ કરવાનું છે અને યજમાન હોવાના નાતે બન્ને દેશે સીધું ક્વોલિફાય કરી લીધું છે. દુબઇ ખાતે યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. 2022નો વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામાં ઓક્ટોબર અને નવેમ્બરમાં રમાવાનો છે અને તેમાં 16 ટીમો ભાગ લેશે. 2024ના વર્લ્ડ કપમાં 20માંથી 12 ટીમોને સીધી એન્ટ્રી મળશે જેમાં ઓસ્ટ્રેલિયા ખાતેના વર્લ્ડ કપની ટોપ-8 ટીમ ઉપરાંત બે યજમાન દેશ સામેલ છે. અન્ય બે ટીમોનો નિર્ણય ચાલુ વર્ષે નવેમ્બરમાં ટોપ રેન્કિંગમાં રહેનારી ટીમોના આધારે નિર્ણય લેવાશે. વિન્ડીઝ જો ઓસ્ટ્રેલિયા સાથે ચાલુ વર્ષે રમાનારા ટી20 વર્લ્ડ કપની ટોપ-8 ટીમમાં સ્થાન મેળવશે તો રેન્કિંગમાં ત્રીજા ક્રમે રહેલી ટીમને તક અપાશે.