ખાસ-ખબર ન્યૂઝ અમેરિકા, તા.16
અમેરિકાએ સત્તાવાર રીતે જાહેર કર્યું હતું કે તે ઈઝરાયલમાં સૈનિકો મોકલશે સાથે અમેરિકાની અતિ આધુનિક એન્ટી મિસાઈલ્સ-સિસ્ટમ પણ મોકલશે. ઇરાને ઈઝરાયલ ઉપર 180 મિસાઇલ્સ છોડયા પછી ઈઝરાયલનું રક્ષણ કરવા માટે આ કાર્યવાહી હાથ ધરવા અમેરિકાએ નિર્ણય લીધો છે. પ્રમુખ જો બાઈડને વધુમાં કહ્યું હતું કે, ઈઝરાયલ ઇરાન ઉપર વળતો પ્રહાર કરવાની તૈયારીઓ કરી રહ્યું છે. આ સાથે મધ્ય પૂર્વમાં યુદ્ધનો વ્યાપ અને તીવ્રતા વધી રહેવાની પૂરી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે બાયડેન જાહેરમાં તો ઈઝરાયલને શાંતિ રાખવા જ કહે છે. પરંતુ ખાનગીમાં ઈઝરાયલને પુષ્ટિ આપે છે. જાહેરમાં તો બાયડેન તેમજ કહે છે કે, ઈઝરાયલે ઇરાનનાં પરમાણુ પ્રતિષ્ઠાનો ઉપર હુમલા કરવા ન જોઈએ. તેનાં એનર્જી ઇન્ફ્રાસ્ટ્રકચર ઉપર હુમલા થાય તો તે ચિંતાજનક બની રહે તેમ છે. બીજી તરફ પેન્ટાગોનના પ્રવકતા મેજર જનરલ પેટ્રિક રાયડરે કહ્યું હતું કે, વાસ્તવમાં આ વ્યવસ્થા ઈઝરાયલને સપોર્ટ આપવા માટે તેમજ ઇરાન અને ઇરાનનાં સમર્થનવાળા આતંકી જૂથના હુમલાઓ સામે અમેરિકાના સૈનિકોનું રક્ષણ કરવાનો છે.
- Advertisement -
અમેરિકા હવે જે આધુનિક શસ્ત્રો ઈઝરાયલને આપવાનું છે તેમાં ધી ર્મિનલ હાઈ ઓલ્ટિટયૂટ એરિયા ડીફેન્સ સીસ્ટીમ (થાડ) સમાવિષ્ટ છે. તેને ઓપરેટ કરવા માટે 100 જેટલા સૈનિકો જોઈએ. તેમાં ટ્રક-માઉન્ટેડ (ટ્રક પર રખાયેલા) લોન્ચર્સ જેમાં દરેકમાં 8 ઇન્ટર-સેપ્ટર્સ હોય છે. સાથે એક પ્રબળ રડાર હોય છે. આ ઉપરાંત ઈઝરાયલ પાસે તો પોતાની એર ડીફેન્સ સીસ્ટીમ્સ છે જ. તે પણ દુર્લભ છે તેથી એન્ટી મિસાઇલ્સ ડીફેન્સીઝ પ્રબળ બન્યા છે. આ અંગે પ્રત્યાઘાતો આપતા ઇરાનના વિદેશ મંત્રી અબ્બાસ આરાકેવીએ રવિવારે જ જણાવ્યું હતું કે અમેરિકા તેના સૈનિકોને અમેરિકન મિસાઇલ્સ સીસ્ટીમના સંચાલન માટે મોકલી તેમના જાન જોખમમાં નાખ્યા છે.