અમેરિકી પ્રેસિડન્ટ જો બાયડને એવું કહ્યું કે ચીની આક્રમણના કિસ્સામાં અમેરિકા તાઈવાનને સાથ આપશે.
ચીન તાઈવાનને હડપી લેવા આતુર છે અને તેણે તૈયારીઓ પણ શરુ કરી દીધી છે. ચીનના વિમાનો અવારનવાર તાઈવાનની સીમામાં પ્રવેશ પામી રહ્યાં છે અને તે તાઈવાનને કબજે કરવા ટાંપીને બેઠું છે આવી સ્થિતિમાં હવે અમેરિકાએ સત્તાવાર રીતે તાઈવાનને સપોર્ટ જાહેર કરી દીધો છે.
- Advertisement -
બાયડને કહ્યું કે અમેરિકી દળો તાઇવાનનો બચાવ કરશે. રવિવારે જાહેર કરવામાં આવેલા સીબીએસના એક ઇન્ટરવ્યુમાં, બાયડનને પૂછવામાં આવ્યું હતું કે શું યુએસ દળો ચીન દ્વારા દાવો કરવામાં આવેલા ટાપુનો બચાવ કરશે. આના પર અમેરિકી રાષ્ટ્રપતિએ ‘હા’ કહી હતી.
Biden says US forces would defend Taiwan in the event of a Chinese invasion: Reuters
— ANI (@ANI) September 19, 2022
- Advertisement -
તાઇવાન માટે અમેરિકાની નીતિ યથાવત
વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ પણ સ્પષ્ટ કર્યું છે કે તાઇવાન માટે અમેરિકાની નીતિમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યા નથી. “રાષ્ટ્રપતિ આ પહેલા પણ આ વાત કહી ચૂક્યા છે, જેમાં આ વર્ષે ટોક્યોનો પણ સમાવેશ થાય છે. તેમણે એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે અમારી તાઇવાન નીતિમાં કોઇ ફેરફાર થયો નથી. એ વાત સાચી છે.
ચીન તાઈવાનને હડપ કરી લેવા આતુર
ઉલ્લેખનીય છે ચીન તાઈવાન પર કબજાની ફિરાકમાં છે અને ગમે ત્યારે હવાઈ હુમલા કરી શકે તેવી સંભાવના છે. જોકે ટચુકડો તાઈવાન પણ પાછો પડે તેવો નથી અને હવે તો અમેરિકાએ તેને ટેકો જાહેર કરી દીધો છે.