ખાસ-ખબર ન્યૂઝ વોશિંગ્ટન, તા.1
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન સાથે ટ્રેડ ડીલ કરવાની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે અમેરિકા પાકિસ્તાન સાથે કામ કરીને મોટાપાયા પર ઓઇલ ડિસ્કવીરમાં મદદ કરશે. તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાન પાસે જંગી ઓઇલ અનામતો છે. જો કે હજી સુધી તે સ્પષ્ટ થઈ શક્યું નથી કે પાકિસ્તાન પાસે કયા પ્રકારની જંગી ઓઇલ અનામતો છે જેનો ટ્રમ્પ દાવો કરી રહ્યા છે.
ટ્રમ્પે જણાવ્યું હતું કે ભવિષ્યમાં એક દિવસ એવો પણ આવી શકે કે પાકિસ્તાન ભારતને ઓઇલ વેચતું હોય. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર તેની પોસ્ટમાં જણાવ્યું હતું કે અમે પાકિસ્તાન સાથે ટ્રેડ ડીલ કર્યુ છે, જેમા અમેરિકા પાકને તેના ઓઇલ રિઝર્વ વિકસાવવામાં મદદ કરશે. અમે આ માટે ઓઇલ કંપની પસંદ કરવાના છીએ, જે આ ભાગીદારીને આગળ ધપાવશે. ક્યારેક કોઈ દિવસે પાકિસ્તાન ભારતને તેના ઓઇલનું વેચાણ કરતું હોય તો આશ્ર્ચર્ય નહીં થાય.
- Advertisement -
પાકિસ્તાન લાંબા સમયથી દાવો કરી રહ્યું છે કે તેના પશ્ર્ચિમ કાઠે જંગી ઓઇલ અનામતો છે, પરંતુ આ થાપણોને વિકસાવવા કોઈ પ્રગતિ હજી સુધીકરી શકાઈ નથી. પાકિસ્તાન આ અનામતો વિકસાવવા રોકાણને આકર્ષવા પ્રયત્નશીલ છે. પાક.ના વડાપ્રધાન શહબાઝ શરીફે આ ઐતિહાસિક કરાર બદલ અમેરિકાનો આભાર માન્યો હતો. તેની સાથે આશા વ્યક્ત કરી હતી કે બંને દેશો વચ્ચેના સહયોગમાં વધારો થશે. ટ્રમ્પ હાલમાં સાઉથ કોરીયા સાથે ટ્રેડ ડીલને લઈને વાટાઘાટ કરી રહ્યા છે.