અમેરિકા દ્વારા રશિયા યુક્રેન યુદ્ધ મામલે ફરી પીએમ મોદીના નિવેદનનો સહારો લેવામાં આવ્યો છે.
શું કહ્યું અમેરિકાએ?
યુનાઈટેડ સ્ટેસ્ટ ઑફ અમેરિકા દ્વારા ફરી વાર યુક્રેન અને રશિયાના યુદ્ધ મામલે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્ટેન્ડનું સ્વાગત કર્યું છે. અમેરિકાના વિદેશ વિભાગના વેદાંત પટેલે એક પત્રકાર પરિષદ દરમિયાન કહ્યું કે અમે પીએમ મોદીની વાતો માનીએ છીએ. તેમણે જે કહ્યું છે તે થશે ત્યારે અમે તેનું સ્વાગત કરીશું. રશિયા સાથેના સંબંધોને લઈને અન્ય દેશો પોતાની રીતે નિર્ણય લે. અમે યુદ્ધના પ્રભાવને ઓછો કરવા માટે અમારા સહયોગીઓ સાથે સમન્વય કરવાનું ચાલુ જ રાખીશું. નોંધનીય છે કે રશિયા અને યુક્રેન સંઘર્ષ મામલે ભારતની સ્થિતિ અને યુદ્ધ સમાપ્ત જરવા માટે પીએમ મોદીએ કરેલા આહવાહનને લઈને વેદાંત પટેલે આ નિવેદન આપ્યું છે.
- Advertisement -
નોંધનીય છે કે સપ્ટેમ્બર મહિનામાં sco સંમેલનમાં પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતીનને જાહેરમાં જ કહ્યું હતું કે આ યુગ યુદ્ધનો નથી. આ સિવાય તેમણે ખાદ્ય અને ઈંધણની સુરક્ષાને લઈને ધ્યાન આપવા મામલે બળ આપ્યું હતું.
પીએમ મોદીએ કાલે જ પુતિન સાથે કરી હતી વાતચીત
જોકે અહીં એ વાત પર ધ્યાન આપવું જરૂરી છે કે અમેરિકા દ્વારા આ નિવેદન એ સમયે આપવામાં આવી રહ્યું છે જ્યારે થોડા કલાકો પહેલા જ 16 ડિસેમ્બરે (ગઇકાલે) પીએમ મોદીને રશિયાના રાષ્ટ્રપતિએ ફોન કર્યો હતો અને બંને વચ્ચે મંત્રણા થઈ હતી.
બંને દેશના નેતાઓ વચ્ચે થયેલ વાતચીત મામલે સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું હતું કે બંને વચ્ચે ઉર્જા, વેપાર, રોકાણ, રક્ષા જેવા મુદ્દા પર ચર્ચા થઈ છે. બીજી તરફ PMO દ્વારા આપવામાં આવેલ જાણકારી અનુસાર PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિને G20 માં ભારતની અધ્યક્ષતા મામલે જાણકારી આપી અને પ્રમુખ પ્રાથમિકતાઑ વિષે તેમને જણાવ્યું.