અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર (USDA)ના અધિકારીની દેખરેખ હેઠળ પ્રોસેસ કરાય છે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.20
- Advertisement -
ભારતની કેરીનું સૌથી મોટું માર્કેટ અમેરિકાએ કેેરીથી ભરેલા 15 જેટલા એર શીપમેન્ટ અટકાવી દીધા હોવાના અહેવાલો મળી રહ્યા છે. ગઇ 8 અને 9 મેના રોજ ઇરેડિયેશન(રેડિયેશન) પ્રોસેસમાંથી પસાર કરાયેલા 15 જેટલા એર શિપમેન્ટ જ્યારે એર મારફતે અમેરિકા પહોંચ્યા ત્યારે તેના રિેડિયેશનના ડોક્યુમેન્ટમાં કેટલીક ભૂલો જણાતા તેને અટકાવી દેવાયા હતા અને પરત મોકલવા જણાવાયું હતું. લોસએંજલસ, સાન ફ્રાન્સિસ્કો અને એટલાન્ટા એરપોર્ટ પર પહોંચેલા શિપમેન્ટને અટકાવી દેવાયા હતા.
ભારતની કેસર અને હાફૂસ અમેરિકાની દાઢે વળગેલી છે. હાફૂસ કરતાં પણ વધુ ડિમાન્ડ કેસરની જોવા મળી છે. 2024-25ના પહેલાં છ મહિનામાં અમેરિકા ખાતે 2043.60 મેટ્રિક ટન કેરી મોકલાઇ હતી. ભારત વર્ષે દહાડે 47.98 મિલીયન ડોલરની કેરી એક્સપોર્ટ કરતું આવ્યું છે.
જેમાં કેસર કેરીનું પ્રમાણ 80 ટકા જેટલું હોય છે.અમેરિકાના કાયદા અનુસાર દરેક કેરીને રેડિયેશન પ્રોસેસ હેઠળથી પસાર કરવી પડે છે. પછી તેનું આખું બોક્સ પણ તેમાંથી પસાર કરવું પડે છે.
જે ક્ધસાઇનમેન્ટને અટકાવાયા છે તેમાં ઇરેડિયેશન પ્રોસેસના ડોક્યુમેન્ટમાં વિસંગતતાઓ જોવા મળી હતી.અહીં મહત્વનું એ છે કે અમેરિકી કાયદા અનુસાર અમેેરિકામાં પ્રવેશતી દરેક કેરીને ઇરેડિયેશન પ્રોસેસમાંથી પસાર કરાઇ હોવાનું સર્ટિફીકેટ આપવું પડે છે. કેરીમાં જીવાત પડી છે કે નહીં તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. કેરીની છાલ પરના કાળા ડાધા પણ સ્વિકારાતા નથી.
જે શિપમેન્ટ અટવાયા છે તેમાંની કેરીઓ ઇરેડિયેશનમાંથી પસાર કરાઇ હતી પરંતુ તેને સર્ટિફાઇડ કરતા ડોક્યુમેન્ટમાં વિસંગતતાઓ જણાઇ હતી. કેરીની નિકાસ કરનારા કહે છે કે ઇરેડિયેશનની સવલતો ઉભી કરાઇ છે તે એજંસીઓની ભૂલના કારણે અમેેરિકાના એરપોર્ટ પર ભારતની કેરી ખરાબની ક્વોલિટીની કહીને બદનામ કરાઇ રહી છે.
અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરના અધિકારીની દેખરેખ હેઠળ પ્રોસેસ કરાય છે. નવી મુંબઇમાં ઇરેડિયેશન પ્રોસેસ સેન્ટર વાસી ખાતે ઉભું કરાયું છે. તેને સર્ટિફાઇડ કરતા ડોક્યુમેન્ટને ઙઙચ203 કહે છે. નિકાસ કારો કહે છે કે અમારી પ્રોડક્ટમાં કોઇ ભૂલ પકડાયતો અમને દંડ કરાય છે. જ્યાં સુધી યુએસડીએ સર્ટિફીકેટ ના આપે ત્યાં સુધી કેરીની નિકાસ કરી શકાતી નથી.કહે છે કે ઞજઉઅ એ લીધેલાં પગલાંના કારણે કેરીના નિકાસકારોને પાંચ લાખ ડોલરનો ફટકો પડયો છે.