અમેરિકાનાં શાહીવાદ અને સંસ્થાનવાદ સામેે ટક્કર લેવા કીમ જોંગ ઉને કમર કસી
ખાસ-ખબર ન્યૂઝ સીઉલ, તા.21
- Advertisement -
ઉત્તર કોરિયાએ તેનાં આધુકિ ઇંટરમીડીએટ રેન્જ હાઈપર સોનિક મિસાઇલનાં સોલિડ ફ્યુએલ એન્જિનનું સફળ પરીક્ષણ કરી લીધું છે. દક્ષિણ કોરિયાનાં સ્ટેટ મીડિયાએ બુધવારે આ માહિતી આપતાં જણાવ્યું હતું કે આ અતિ પ્રબળ અને અત્યંત ઝડપથી ઉડી શકે તેવાં મિસાઇલ્સ દૂર રહેલાં અમેરિકાના ટાર્ગેટસ ઉપર અચૂક પ્રહાર કરી શકે તેવાં બનાવવામાં આવ્યાં છે. અવાજની ગતિ કરતાં બમણી ગતિએ ઊડી શકે તેવાં મિસાઇલ્સ સુપર સોનિક મિસાઇલ કહેવાય છે જ્યારે તેથી પાંચ ગણી કે વધુ ગતિએ ઊડી શકે તેવાં મિસાઇલ્સ હાઈપર સોનિક મિસાઇલ્સ કહેવાય છે. આ મિસાઇલ્સની ઝડપ એટલી હોય છે કે તે રડારમાં પણ પકડાતાં નથી.
વાસ્તવમાં ઉત્તર કોરિયાના સરમુખત્યાર કીમ જોંગ ઉને શાહીવાદી અને સંસ્થાનવાદી અમેરિકાને ટક્કર આપતા 2021માં જ જાહેરમાં શપથ સાથે જણાવ્યું હતું. કેટલાક તજજ્ઞાો તેમ માને છે કે કીમ જોંગ ઉનની આવી ધમકીઓ એટલા માટે આપી રહ્યા હશે કે ઉત્તર કોરિયા ઉપર અમેરિકાનાં નેતૃત્વ નીચે પશ્ચિમના દેશોએ મુકેલા પ્રતિબંધોમાં છૂટછાટ મેળવવાનો તેમનો હેતુ હશે. બીજી તરફ અન્ય વિદ્વાનો આ માન્યતાને રદિયો આપે છે. તેઓ માને છે કે મૂળભૂત રીતે જ ઉન એક ઝનૂની નેતા છે. સામ્યવાદ સામેનો વિરોધ તે સહી શકે તેમ નથી. બીજી તરફ પેસિફિક મહાસાગરમાં વ્યાપેલાં અમેરિકાનાં વર્ચસ્વથી તેઓ નારાજ છે.
તે આપણા શત્રુઓએ હવે જાણી લેવું જોઇએ. સાથે કહ્યું હતું કે આ મિસાઇલનાં સફળ પરીક્ષણ પછી એક ટાઈમ ટેબલ રચી તેની સંપૂર્ણ સીસ્ટીમ તૈયાર કરવામાં આવી છે, અને તેમાં સંપૂર્ણ સફળતા પણ મળી શકી છે. આ હાઈપર સોનિક મિસાઇલ્સ પૈકી ટૂંકા અંતરનાં મિસાઇલ્સ પેસિફિકમાં આવેલા ગ્લામ ટાપુ ઉપર જ હુમલો કરવાની ગણતરીએ બનાવ્યાં હશે તેમ પણ નિરીક્ષકો જણાવે છે. આ ટાપુ ઉપર અમેરિકાનું પ્રબળ લશ્કરી મથક છે. ત્યાં મરીન કમાન્ડોઝની ટુકડીઓ પ્રબળ યુદ્ધ વિમાનો અને વિમાનવાહક જહાજ સાથેનું નૌકા મથક પણ છે. આ મિસાઇલ્સ આલાસ્કાને પણ તબાહ કરી શકે તેમ છે. તેમજ જાપાનના ઓકીનોવા ટાપુ સ્થિત અમેરિકી લશ્કરી મથકને નિશાન બનાવી શકે છે. આ હાઈપર સોનિક મિસાઇલ્સ ઉત્તર કોરિયાએ અમેરિકએ દક્ષિણ કોરિયાને આપેલાં તેમજ દક્ષિણ કોરિયાએ પોતે તૈયાર કરેલી મિસાઇલ્સ સીસ્ટમનો સામનો કરવાના હેતુથી તૈયાર કરી છે. તો બીજી તરફ દ.કોરિયાની રીસર્ચ ઇન્સ્ટીટયુટ ફોર નેશનલ સ્ટ્રેટેજીના મિસાઇલ એક્સપર્ટ ચાંગ ચોંગ ક્યુન કહે છે કે ઉત્તર કોરિયાનો તે ગતિનો દાવો કેટલે અંશે સાચો છે તે વિષે જ શંકા ઉપસ્થિત થાય છે.