આ કરાર અમેરિકાને બીજા દેશોને હથિયારો વેંચવા માટે કાનૂની સહાય આપે છે
ખાસ-ખબર સંવાદદાતા
અમેરિકાએ પાકિસ્તાન સાથે આગામી પાંચ વર્ષ માટે ઈઈંજખઘઅ એગ્રીમેન્ટ કર્યુ છે. જેનુ પુરુ નામ કોમ્યુનિકેશન ઈન્ટરઓપરેબિલિટી એન્ડ સિક્યુરિટી મેમોરેન્ડ ઓફ એગ્રીમેન્ટ છે. આ એવો કરાર છે જે અમેરિકાને બીજા દેશોને હથિયારો વેચવા માટે કાનૂની સહાય આપે છે. જોકે બંને દેશોએ અત્યાર સુધી ઈઈંજખઘઅ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. પાકિસ્તાનના અખબારના અહેવાલ પ્રમાણે અમેરિકા આ પ્રકારનો કરાર પોતાના નજીકના ગણાતા દેશો સાથે જ કરે છે અને તેની સાથે આ કરારના ભાગરુપે સૈન્ય સહયોગ વધારે છે.
- Advertisement -
પાકિસ્તાનની સરકારની કેબિનેટના એક સભ્યે નામ નહીં આપવાની શરતે આ કરાર થયો હોવાની વાતને સમર્થન આપ્યુ હતુ. આ પહેલા અમેરિકાએ 2005માં પાકિસ્તાન સાથે ઈઈંજખઘઅ પર સહી કરી હતી. તેની મુદત પૂરી થયા બાદ બંને દેશોએ ફરી આ એગ્રીમેન્ટ કર્યુ છે. જેના ભાગરુપે અમેરિકા અને પાકિસ્તાન એક બીજાની સાથે સંયુક્ત યુધ્ધાભ્યાસ, ટ્રેનિંગ, એક બીજાના બેઝનો ઉપયોગ તેમજ ઉપકરણોનો ઉપયોગ કરી શકશે. આ કરાર હેઠળ અમેરિકા આગામી સમયમાં પાકિસ્તાનને ઘાતક હથિયારો વેચી શકે છે.



